Not Set/ કમળનાં નિશાનવાળું માસ્ક પહેરીને પહોંચ્યા BJP નેતા, દાખલ થઇ શકે છે કેસ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને નીતીશ સરકારમાં મંત્રી ડો.પ્રેમ કુમાર ગયામાં મતદાન મથક પર કમળ નિશાન ધરાવતા માસ્ક પહેરીને પહોંચવાને લઇને વિવાદ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

Top Stories India
db 12 કમળનાં નિશાનવાળું માસ્ક પહેરીને પહોંચ્યા BJP નેતા, દાખલ થઇ શકે છે કેસ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને નીતીશ સરકારમાં મંત્રી ડો.પ્રેમ કુમાર ગયામાં મતદાન મથક પર કમળ નિશાન ધરાવતા માસ્ક પહેરીને પહોંચવાને લઇને વિવાદ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. આચારસંહિતાનાં ભંગના આરોપો પર, ચૂંટણી વિભાગે ગયા ડીએમને તેની વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે. સાત વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવતા ડો.પ્રેમ કુમાર પણ ગયા ટાઉન બેઠક પરથી આ વખતે ભાજપનાં ઉમેદવાર છે.

સિંધુ ભવન રોડ પર AMC દ્વારા ડિમોલેશન, વિરોધમાં ઉતર્યા સ્થાનિકો

પોતાનો મત આપવા માટે સાયકલ દ્વારા બૂથ પર પહોંચેલા પ્રેમ કુમારે જણાવ્યું હતું કે, પર્યાવરણીય સંરક્ષણ અંગે તેઓ સચેત છે. તેઓ ઇચ્છે છે કે લોકો વાહનો ઓછામાં ઓછુ ઉપયોગ કરે, જેથી પ્રદૂષણ ઓછું થાય. તેમણે કહ્યું કે, આ સંદેશ આપવા માટે, હું સાઇકલ પર મતદાન કરવા જઇ રહ્યો છુ. પ્રેમ કુમારે કહ્યું કે, ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે. દરેક મતદાતાએ આ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તે આખા પરિવાર સાથે મત આપવા આવ્યા છે. તેવી જ રીતે, મોટાભાગનાં લોકોને અપીલ કરી રહ્યા છે કે, મતદાર બનેલા કુટુંબનાં એક-એક સભ્ય સાથે દરેકે બૂથ પર જવું જોઈએ અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક લગભગ પહોંચ્યો 80 લાખ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જમુઇનાં ભાજપનાં ઉમેદવાર અને આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહે નયા ગામનાં મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત મળ્યા બાદ શ્રેયસીએ લોકોને પોતાના ઘરેથી નિકળી મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. શ્રેયસીએ કહ્યું- ‘પહેલા મતદાન પછી જલપાન.’