ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વિદાય થઈ રહી છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં હોળી તહેવારનો માહોલ છે. દરમ્યાન હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. સાથે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથમાં સીવિયર હીટવેવ જોવા મળશે. જ્યારે પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરતા 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં ગરમીનો પારો ઉચકાતા અચાનક બદલાઈ રહેલા વાતાવરણને લઈને લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં 6 જિલ્લામાં હીટવેવ રહેશે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અને બે દિવસ સુધી દીવમાં હીટવેવ જોવા મળી શકે છે. તેમજ રાજ્યમાં કેટલાક ભાગોમાં 1થી 2 ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિટવેવ સાથે સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવા વરસાદનું અનુમાન છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર
આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી