Ahmedabad/ ગુટકા માફિયાનું રાજ : ખોખરા પોલીસે નકલી ગુટકા સાથે એકની કરી ધરપકડ

વિશ્વમાં ભારત એક એવો દેશ છે, જ્યાં તંબાકુની ખેતી સૌથી વધારે થાય છે. અને સાથે સાથે નવાઈની વાત એ પણ છે કે, તંબાકુ અને ગુટખા ખાવવા વાળા વર્ગમાં ભારતનું નામ મોખરે છે.

Ahmedabad Gujarat
guthaka ગુટકા માફિયાનું રાજ : ખોખરા પોલીસે નકલી ગુટકા સાથે એકની કરી ધરપકડ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

વિશ્વમાં ભારત એક એવો દેશ છે, જ્યાં તંબાકુની ખેતી સૌથી વધારે થાય છે. અને સાથે સાથે નવાઈની વાત એ પણ છે કે, તંબાકુ અને ગુટખા ખાવવા વાળા વર્ગમાં ભારતનું નામ મોખરે છે. એટલે જ ભારતમાં સૌથી વધારે લોકોનું મોઢાના કેન્સરનાં કારણે મોત થાય છે. તેમ છતાં સવારની સૂર્યની કિરણોથી લઈને રાત્રીના અંધકાર સુધી લોકો તંબાકુનું સેવન કરે છે.

સરકારની અનેક જાહેરાતો આવે છે કે, તંબાકુ ગુટખાના સેવનથી કેન્સર થાય છે. તેમ છતાં લોકો બિન્દાસ્ત પણે તંબાકુ-ગુટખા ખાતા હોય છે. લોકોની તંબાકુ ગુટખા ખાવાની ટેવને કારણે આનો સીધો લાભ ઉત્પાદકને પહોંચે છે.  ઉત્પાદકો વધુ નફો કમાવવા માટે એકદમ હલકી ગુણવત્તા કે જેને આપણે  કચરો કહી શકીએ તેવા ગુટખા બનાવીને તેનું વેચાણ કરતા પણ ખચકાતા નથી. હલકી ગુણવત્તાનાં આવા તંબાકુ-ગુટખા શરીર માટે ખુબજ નુકશાન કારક છે.

અમદાવાદમાં ગુટકા માફિયાનું રાજ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખોખરા વિસ્તારમા ગુરુજી બ્રિજ પાસેથી સ્થાનિક પોલીસે બાતમીના આધારે તૌફીક શેખ નામના ઈસમની ધરપકડ કરી. તૌફીકની પાસેથી 45 ગ્રામના 1400 નંગ ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. ગુટખાની પડીકી ઉપર બાગબાન નામની કંપનીનાં ટ્રેડમાર્કની કોપી કરવામાં આવી હતી. જો કે, પોલીસની તપાસમાં સામે આવી જ ગયું કે, અંદર ડુપ્લીકેટ માલ ભરેલો છે. પોલીસે ડુપ્લીકેટ તંબાકુનો જથ્થો અને એક લોડિંગ રીક્ષા સહીત કુલ 2.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

તૌફીકની પોલીસે પુછપરછ કરતા કે આ માલ ક્યાંથી લાવ્યો છે અને કોનો છે ? જવાબમાં તેણે હેમલ ઠક્કરનું નામ આપ્યું હતું. જેથી ખોખરા પોલીસે હેમલ ઠક્કર અને તૌફીક શેખ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને તપાસ  હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…