Not Set/ શ્વાસ ઇન્ડિયાએ સિનેમાઘરોના કેન્ટીનના ખાદ્ય પદાર્થો અને ટિકિટ દર વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, જીલ્લા કલેક્ટરને આપશે આવેદન

જામનગર, જામનગરની સામાજીક સંસ્થા શ્વાસ ઇન્ડીયાએ ગઈ કાલ 15 જુલાઈ રવિવાર રોજ જામનગરમાં સિનેમાઘરોનો વિરોધ કર્યો હતો. જેમાં સ્થાનિક સિનેરસીયાઓને સાથે રાખી અને સિનેમાઘરોમાં નાસ્તો લઇ જવાની બાબત પર તેમણે સિનેમાઘરો વિરુદ્ધ પોતાનો આવાજ ઉઠાવ્યો હતો. આ મુદ્દા સાથે તેમણે ટિકિટ દરોના વિરોધ વિરુદ્ધ પણ રોષ વ્યક્ત કર્યો હતો. શ્વાસ ઇન્ડીયાએ સિનેમાઘરો સામે સુત્રોચ્ચાર કરીને […]

Top Stories Gujarat Others
jamnagar શ્વાસ ઇન્ડિયાએ સિનેમાઘરોના કેન્ટીનના ખાદ્ય પદાર્થો અને ટિકિટ દર વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, જીલ્લા કલેક્ટરને આપશે આવેદન

જામનગર,

જામનગરની સામાજીક સંસ્થા શ્વાસ ઇન્ડીયાએ ગઈ કાલ 15 જુલાઈ રવિવાર રોજ જામનગરમાં સિનેમાઘરોનો વિરોધ કર્યો હતો. જેમાં સ્થાનિક સિનેરસીયાઓને સાથે રાખી અને સિનેમાઘરોમાં નાસ્તો લઇ જવાની બાબત પર તેમણે સિનેમાઘરો વિરુદ્ધ પોતાનો આવાજ ઉઠાવ્યો હતો. આ મુદ્દા સાથે તેમણે ટિકિટ દરોના વિરોધ વિરુદ્ધ પણ રોષ વ્યક્ત કર્યો હતો. શ્વાસ ઇન્ડીયાએ સિનેમાઘરો સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત હતો. શ્વાસ ઇન્ડીયાના પ્રદર્શનકારીઓએ જણાવ્યુ હતુ કે સોમવારે સિનેમાઘરોના સંચાલકો વિરૂદ્ધ જીલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે સિનેમાઘરોમાં ઘરનો નાસ્તો લઇ જવાની મનાઇ ફરવવામાં આવે છે અને કેન્ટીન સંચાલકો ખાદ્ય વસ્તુઓનો મનમરજી પ્રમાણે ભાવ વસુલી સિનેદર્શકો પાસેથી લૂટ ચલાવે છે.

જામનગરની સામાજિક સંસ્થા અને પ્રબુદ્ધ નાગરીકો દ્વારા મલ્ટીપ્લેકસ સિનેમાઘરોમાં કેન્ટીનના ભાવ વધારા અને ટીકીટદરોનાં ભાવ અને ઘરનું જમવાનું સિનેમાઘરોમાં લઇ જવાની મનાઈ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ આવતી કાલે સોમવારે આ મુદ્દા અંગે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે

જામનગર શહેરમાં આવેલા મેહુલ સિનેમેક્સ અને આયોનેક્સ મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો એ સિનેમાઘરોની કેન્ટીનમાં થોડા દિવસોથી ખાદ્ય પદાર્થોનાં ભાવમાં વધારો કર્યો છે. ઘરનું જમવાનું સિનેમાઘરોમાં લઇ જવાની મનાઈ અને સિનેમાની ટીકીટના ભાવોની અનિયમિતતા જેવી બાબતે શ્વાસ ઇન્ડિયા દ્વારા સુત્રોચ્ચારો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સિનેમા ઘરોની કેન્ટીનોમાં ખાદ્ય પદાર્થોના સો ગણા લેવામાં આવતા ભાવ સામે પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.