Not Set/ નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ખિતાબ પર કબ્જો કરી જીત્યું ૧૩મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ

લંડન, ઈંગ્લેંડમાં રમાયેલા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલ જીતીને નોવાક જોકોવિચે ૧૩માં ગ્રેન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં સ્ટાર ખેલાડી જોકોવિચે સાઉથ આફ્રિકાના વર્લ્ડ નંબર- ૮ ખેલાડી કેવિન એન્ડરસનને હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો. Well worth the wait.@DjokerNole is a Grand Slam champion once again after beating Kevin Anderson 6-2, 6-2, […]

Trending Sports
DiKsLlvXUAAzbWH નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ખિતાબ પર કબ્જો કરી જીત્યું ૧૩મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ

લંડન,

ઈંગ્લેંડમાં રમાયેલા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલ જીતીને નોવાક જોકોવિચે ૧૩માં ગ્રેન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં સ્ટાર ખેલાડી જોકોવિચે સાઉથ આફ્રિકાના વર્લ્ડ નંબર- ૮ ખેલાડી કેવિન એન્ડરસનને હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો.

૩૧ વર્ષીય નોવાક જોકોવિચે ૨ કલાક અને ૧૮ મિનિટ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં એન્ડરસનને સીધા સેટોમાં ૬-૨, ૬-૨, ૭-૬ (૭-૩)થી હરાવ્યો હતો. આ સાથે ટેનિસ રેન્કિંગમાં ૧૨માં ક્રમાંકિત જોકોવિચે ચોથો વિમ્બલ્ડન ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા ૨૦૧૬માં સર્બિયાના સ્ટાર ખેલાડીએ ફ્રેંચ ઓપનનું ટાઈટલ જીત્યું હતું.

આ પહેલા નોવાક જોકોવિચે વિમ્બલ્ડનના ઇતિહાસના બીજા સૌથી લાંબા સેમિફાઈનલ મુકાબલામાં સ્ટાર ખેલાડી રાફેલ નડાલને ૬-૪, ૩-૬, ૭-૬, ૩-૬, ૧૦-૮થી હરાવી ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. આ મુકાબલો ૫ કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલ્યો હતો.

DiKhZ63WAAA3kTl નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ખિતાબ પર કબ્જો કરી જીત્યું ૧૩મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ

જયારે સાઉથ આફ્રિકાના વર્લ્ડ નંબર ૮ ખેલાડી કેવિન એન્ડરસને વિમ્બલ્ડનના ઇતિહાસના સૌથી લાંબા સેમિફાઈનલ (૬ કલાક ૩૬ મિનિટ) મેચમાં જોન ઇસનેરને ૭-૬(૬), ૬-૭(૫), ૬-૭(૯), ૬-૪, ૨૬-૨૪થી હરાવ્યો હતો.

સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ ૧૩ ગ્રેન્ડ સ્લેમ જીતવાની સાથે જ રોજર ફેડરર (૨૦), રાફેલ નડાલ (૧૭), પીટ સૈમ્પ્રસ (૧૪) બાદ દુનિયામાં ચોથા સૌથી વધુ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતનાર ખેલાડી છે.

નોવાક જોકોવિચના સિંગલ્સ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ :

૧. ઓસ્ટ્રેલિયન ઓપન : ૬ ( ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬)

૨. ફ્રેંચ ઓપન : ૧ (૨૦૧૬)

૩. વિમ્બલ્ડન : ૪ ( ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૮)

૪. યુએસ ઓપન : ૨ ( ૨૦૧૧, ૨૦૧૫)