તેજી/ ટોચની આઠ કંપનીઓના મૂડીકરણમાં ઉછાળ.. જાણો કઇ કંપનીઓ..

ભારતની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓએ ગયા સપ્તાહે તેમના બજાર મૂલ્યાંકનમાં કુલ 1,60,408.24 કરોડ રૂપિયા ઉમેર્યા. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઇક્વિટીમાં તેજીના વલણ વચ્ચે સૌથી વધુ ફાળો આપ્યો છે.

Top Stories
sn ટોચની આઠ કંપનીઓના મૂડીકરણમાં ઉછાળ.. જાણો કઇ કંપનીઓ..

ટોચની 10 માંથી આઠ કંપનીઓના એમકેએપમાં વધારો થયો છે. આ દરમિયાન બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક સેન્સેક્સમાં 2.13 ટકા અથવા 1159.57 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 55487.79 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો; સેન્સેક્સે પ્રથમ વખત 55000 નો આંકડો પાર કર્યો હતો.

ભારતની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓએ ગયા સપ્તાહે તેમના બજાર મૂલ્યાંકનમાં કુલ 1,60,408.24 કરોડ રૂપિયા ઉમેર્યા. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઇક્વિટીમાં તેજીના વલણ વચ્ચે સૌથી વધુ ફાળો આપ્યો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન, બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક સેન્સેક્સ 2.13 ટકા એટલે કે 1,159.57 પોઈન્ટ વધ્યા હતા. શુક્રવારે, સેન્સેક્સ 55,487.79 ની સૌથી ટોચની  સપાટીએ પહોંચી ગયો હતો, પ્રથમ વખત સેન્સેક્સે 55,000 નો આંકડો પાર કર્યો હતો. ટોચની દસ કંપનીઓમાં માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને બજાજ ફાઈનાન્સ એમ-કેપ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

111 ટોચની આઠ કંપનીઓના મૂડીકરણમાં ઉછાળ.. જાણો કઇ કંપનીઓ..

આ સમયગાળા દરમિયાન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનું મૂલ્યાંકન 56,133.1 કરોડ રૂપિયા વધીને 12,80,574.59 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ટોચની 10 કંપનીઓમાં સૌથી વધુ છે. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ રૂપિયા.35,310.7 કરોડ ઉમેર્યા છે અને આ કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા. 13,59,652.06 કરોડ થયું છે. તે જ સમયે, ઈન્ફોસિસની એમ-કેપમાં 23,521.63 કરોડનો વધારો થયો છે અને તેની એપ-કેપ વધીને 7,26,419.85 કરોડ થઈ છે. HDFC નું એમ-કેપ રૂ. 17,370.86 કરોડથી વધીને 8,43,703.53 કરોડ થયું છે.

HDFC નું માર્કેટ વેલ્યુએશન રૂ. 13,304.96 કરોડ છે, જે કંપનીનું વેલ્યુએશન રૂ. 4,88,217.12 કરોડ સુધી લઈ જાય છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું મૂલ્યાંકન 7,671.41 કરોડ રૂપિયા વધીને 5,64,782.42 કરોડ થયું છે. ICICI બેંકનું મૂલ્યાંકન 5,321.09 કરોડ વધીને 4,88,352.01 કરોડ અને કોટક મહિન્દ્રા બેંકનું મૂલ્ય રૂ. 1,774.49 કરોડ વધીને 3,54,482.60 કરોડ થયું છે.

00 ટોચની આઠ કંપનીઓના મૂડીકરણમાં ઉછાળ.. જાણો કઇ કંપનીઓ..

જ્યારે બાકીની આઠ કંપનીઓની એમ-કેપ વધી છે, બજાજ ફાઇનાન્સની એમ-કેપ રૂ .4,288.54 કરોડથી ઘટીને રૂ. 3,71,340.29 કરોડ અને એસબીઆઈની રૂ. 3,837.58 કરોડ ઘટીને રૂ. 3,84,963.12 કરોડ થઈ છે. .

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપનીઓની રેન્કિંગમાં ટોચ પર છે. ત્યારબાદ અનુક્રમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, સ્ટેટ બેન્ક, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક છે.