Not Set/ પરી ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકાયો,ઇસ્લામ ધર્મની લાગણી દુભાવવાનો દાવો

કરાંચી અનુષ્કા શર્માની હોરર ફિલ્મ પરી પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગી ગયો છે. પાકિસ્તાનના સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સુત્રો કહે છે કે આ ફિલ્માં કુરાનની આયાતો સાથે સાથે હિંદુ મંત્રોના ઉચ્ચારણ બતાવ્યા છે એટલું જ નહીં મુસ્લીમને કુરાનનો ઉપયોગ કરીને બ્લેક મેજીક કરતો બતાવ્યો છે.જેના કારણે ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરી ફિલ્મમાં કુરાનનો […]

Top Stories
pari 1 પરી ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકાયો,ઇસ્લામ ધર્મની લાગણી દુભાવવાનો દાવો

કરાંચી

અનુષ્કા શર્માની હોરર ફિલ્મ પરી પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગી ગયો છે. પાકિસ્તાનના સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સુત્રો કહે છે કે આ ફિલ્માં કુરાનની આયાતો સાથે સાથે હિંદુ મંત્રોના ઉચ્ચારણ બતાવ્યા છે એટલું જ નહીં મુસ્લીમને કુરાનનો ઉપયોગ કરીને બ્લેક મેજીક કરતો બતાવ્યો છે.જેના કારણે ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પરી ફિલ્મમાં કુરાનનો ઉપયોગ કરીને બ્લેક મેજીક થતો હોવાના દ્રશ્યો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. તેનો વાંધો પાકિસ્તાનના સેન્સરબોર્ડને પડતા ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન સેન્સર બોર્ડે આ હોરર ફિલ્મ પર એટલે પ્રતિબંધ મુક્યો છે, કે મુવીમાં કાળા જાદુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઇસ્લામ ધર્મની વિરૂધ્ધ છે. પાકિસ્તાન સેન્સરબોર્ડને આ ફિલ્મમાં કુરાનની આયાતોનો ઉપયોગ થયેલાં કેટલાંક સીનો વાંધાજનક લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પાકિસ્તાને અક્ષય કુમારે પેડમેન અને મનોજ વાજપાઇની અય્યારી ફિલ્મો પર પ્રતિબંધ મુક્યો હતો.