Not Set/ સરકારી કર્મચારીઓની એલસીબીએ કરી અટકાયત, વિરોધ પહેલા અટકાયતથી સરકારી કર્મચારીઓમાં રોષ

ગાંધીનગર, આજથી  વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની શરૂઆત થઈ રહી છે  અને વડા પ્રધાન મોદી ગણતરી ના કલાકો માં પધારી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ તેમણે કરેલી જાહેરાત મુજબ સરકાર સામે પોતાનો વિરોધ જાહેર માં વ્યક્ત ન કરી શકે તે માટે આજ સવાર થી જ કર્મચારી ના જુદા જુદા મંડળો ના 6 જેટલા આગેવાનોની ગાંધીનગર […]

Top Stories Gujarat
mantavya 294 સરકારી કર્મચારીઓની એલસીબીએ કરી અટકાયત, વિરોધ પહેલા અટકાયતથી સરકારી કર્મચારીઓમાં રોષ

ગાંધીનગર,

આજથી  વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની શરૂઆત થઈ રહી છે  અને વડા પ્રધાન મોદી ગણતરી ના કલાકો માં પધારી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ તેમણે કરેલી જાહેરાત મુજબ સરકાર સામે પોતાનો વિરોધ જાહેર માં વ્યક્ત ન કરી શકે તે માટે આજ સવાર થી જ કર્મચારી ના જુદા જુદા મંડળો ના 6 જેટલા આગેવાનોની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને LCB દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ ઉદ્યોગ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા અટકાયત કરવામાં આવી..વિરોધ પ્રદર્શન પહેલા અટકાયતથી સરકારી કર્મચારીઓમાં રોષ ફેલાયો.

વડાપ્રધાનના આગમન સમયે સરકારી કર્મચારીઓ કાળા બલુન ઉડાવી કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાના હતા. પરંતુ વિરોધ કરે તે પહેલા એલસીબી  હરકતમાં આવી.

વડા પ્રધાન મોદીના આગમન સમયે પ્રદર્શન હોલની સામે આવેલા ઉદ્યોગભવન ખાતે વિરોધ કરવાના હતા. કર્મચારીઓ તેમને પડતર માંગણીઓનો મુદ્દે ઉદ્યોગ ભવન ખાતે ભેગા થઈને કાળા કલરના બલૂન અને કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કરવાના હતા.

500 જેટલા જવાનો ઉદ્યોગભવન ખાતે ગોઠવાઇ ગયા હતા અને સરકારી કર્મચારીઓ વિરોધ કરે તે પહેલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી. અટકાયતને લઇને કર્મચારીઓના આગેવાન સંજય પટેલે જણાવ્યુ હતુ વિરોધ પહેલા અટકાયત કરવાની નીતિ નિંદનીય છે.