જહાંગીરપુરી હિંસા મામલે/ ગૃહમંત્રી અમિત શાહે પોલીસને આપ્યા નિર્દેશ ‘આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો,હિંસા ફરી ન થાય’

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાના મામલામાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસ પ્રશાસનને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

Top Stories India
4 35 ગૃહમંત્રી અમિત શાહે પોલીસને આપ્યા નિર્દેશ 'આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો,હિંસા ફરી ન થાય'

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાના મામલામાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસ પ્રશાસનને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આવી ઘટના ફરી ન બને.ગૃહમંત્રી અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર દિપેન્દ્ર પાઠક સાથે પણ વાત કરી હતી.  ગૃહમંત્રી આ મામલાને નજીકથી જોઈ રહ્યા છે.

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસરે થયેલી હિંસાની દરેક જગ્યાએ ચર્ચા છે. આ મામલામાં અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકારણ પણ જોરદાર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી હિંસા અંગે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે દિલ્હી પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી છે કે, તોફાનીઓ સામે એટલી કડક કાર્યવાહી કરો કે દિલ્હીમાં ફરી આવા તોફાનો અને હિંસા ન થાય.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે જે પણ જરૂરી પગલાં લેવા જોઈએ જેથી કરીને દિલ્હીમાં આવી ઘટના ફરી ન બને. સાથે જ આ મામલાની ઝડપી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં હિંસા બાદ તરત જ અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી હતી અને યોગ્ય પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા.