Not Set/ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર લાવી શકે છે મોટી ભેટ, જાણો

કેન્દ્ર સરકાર પોતાનું પહેલુ પૂર્ણ બજેટ આવતા મહિને જાહેર કરવાની છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈનાં રોજ પૂર્ણ બજેટ રજૂ કરશે. સુત્રોનું કહેવુ છે કે, વડાપ્રધાનની આગેવાનીમાં સરકાર આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓને લઇને મોટી ઘોષણા કરી શકે છે. નાણાં મંત્રીએ હાલમાં જ બજેટ પૂર્વે બેઠક કરી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય […]

India
money11 ktt કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર લાવી શકે છે મોટી ભેટ, જાણો

કેન્દ્ર સરકાર પોતાનું પહેલુ પૂર્ણ બજેટ આવતા મહિને જાહેર કરવાની છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈનાં રોજ પૂર્ણ બજેટ રજૂ કરશે. સુત્રોનું કહેવુ છે કે, વડાપ્રધાનની આગેવાનીમાં સરકાર આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓને લઇને મોટી ઘોષણા કરી શકે છે. નાણાં મંત્રીએ હાલમાં જ બજેટ પૂર્વે બેઠક કરી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓથી જોડાયેલા ઘણા મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ કર્મચારી છેલ્લા ઘણા સમયથી ન્યૂનતમ વેતનને 18 હજાર રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. જો કે તે પણ ચર્ચા છે કે સરકાર આવનારા સમયમાં આ સંબંધે કોઇ મોટુ એલાન કરી શકે છે. જણાવી દઇએ કે, મધ્ય પ્રદેશ સરકારે થોડા સમય પહેલા સાતમાં વેતન આયોગની ભલામણને ધ્યાને લેતા સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ(DA) અને મોંઘવારી રાહત (DR)માં 3 ટકાનો વધારો કર્યો હતો.

સાતમાં વેતન આયોગની ભલામણને ધ્યાને લેતા કર્મચારીઓને 12 ટકા DA મળશે અને છઠ્ઠા વેતન આયોગની ભલામણને ધ્યાને લેતા 6 ટકાની વૃદ્ધિની સાથે 154 ટકા DA મળશે. મધ્ય પ્રદેશ સરકારે 7th Pay Commissionની ભલામણને અંતર્ગત 7 લાખ સ્થાયી કરમચારીઓ શિક્ષક અને અન્ય સરકારી કર્મચારીઓને DAમાં 3 ટકાની વૃદ્ધિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.