ayodhya ram mandir/ અયોધ્યામાં વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવાયો, 21 હજાર લિટર તેલ અને 125 કિલો કપાસનો કરાયો ઉપયોગ

અયોધ્યામાં રામોત્સવ ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક જગ્યાએ સજાવટ થઈ રહી છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં દુનિયાનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 20T075039.652 અયોધ્યામાં વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવાયો, 21 હજાર લિટર તેલ અને 125 કિલો કપાસનો કરાયો ઉપયોગ

અયોધ્યામાં રામોત્સવ ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક જગ્યાએ સજાવટ થઈ રહી છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં દુનિયાનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવ્યો છે. 300 ફૂટ વ્યાસનો આ દીવો 1,008 ટન માટીનો બનેલો છે. આ દીવાને સતત પ્રજ્વલિત રાખવા માટે 21 હજાર લિટરથી વધુ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે ગણતરીના દિવસો શરૂ થઈ ગયા છે. રામલલ્લા મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. અયોધ્યામાં રામોત્સવ અને ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક જગ્યાએ સજાવટ થઈ રહી છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં દુનિયાનો સૌથી મોટો દીવો બનાવી પ્રગટાવવામાં આવ્યો છે. 300 ફૂટ વ્યાસનો દીવો 1008 ટન માટીનો બનેલો છે. એટલું જ નહીં,  આ દીવાને સતત પ્રજ્વલિત રાખવા માટે 21 હજાર લિટરથી વધુ તેલનો ઉપયોગ કરવામાં આવશે.

વિશાળ દીવો તૈયાર કરનાર જગદગુરુ પરમહંસ આચાર્યએ જણાવ્યું હતું કે, “આ દીવો 125 કિલો કપાસ અને 21,000  લિટર તેલનો ઉપયોગ કરીને પ્રગટાવવામાં આવશે. દીવો તૈયાર કરવા માટે વિવિધ જગ્યાએથી માટી, પાણી અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વનો સૌથી મોટો દીવો રામલલ્લા માટે બનાવવામાં આવ્યો છે.”

દિવાળી તહેવારના મહત્વ પર પ્રકાશ પાડતા જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું હતું કે, “જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે લોકોએ તેને “દિવાળી” તરીકે ઉજવ્યો છે. તેથી જ્યારે અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, રામલલ્લાને અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે તેથી અમે તે દિવસ માટે એવું વિચાર્યું છે કે અમે રામ મંદિરમાં બીજી દિવાળી તરીકે તે દિવસને ઉજવણી કરીશું.”

 જગદગુરુ પરમહંસ આચાર્યને ભવ્ય દીપક તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં જે મહેનત કરવી પડી હતી તે વિશે તેમને વિગતવાર માહિતી આપી હતી. અને કહ્યું, “આ કોઈ સામાન્ય દીવો નથી. અમારી 108 ટીમોએ તેને તૈયાર કરવા માટે એક વર્ષ સુધી સખત મહેનત કરી હતી. આ દીવાને પૂર્ણ કરવું એ સરળ કામ નહોતું. આ દીવો વિશ્વનું સૌથી મોટું દિવાળી પ્રતીક છે. કારણ કે તેમાં રહેલું તેલ ખાસ કરીને સીતા માતાના વતનમાંથી લાવવામાં આવ્યું છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ

આ પણ વાંચો:રામ મંદિર/ રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર! જાણો વિગત