Not Set/ છોટાઉદેપુર: જિલ્લામા પીવાના પાણીની તંગી,બાળકોને પીવાના પાણી માટે ફાંફા

છોટાઉદેપુર, છોટાઉદેપુરના આંગણવાડીમાં પીવાની પાણીની સુવિધાની વ્યવસ્થા ન હોવાથી ભૂલકાઓને પાણી પીવડાવવા અડધો કિમી દૂર લઇ જવા પડે છે. છોટાઉદેપુરના પાનવડ નજીકમાં આવેલ નાની ટોકરી ગામે સરકારે મનરેગા યોજના હેઠળ નંદઘરના નામે આંગણવાડી છ લાખથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ પીવાના પાણી માટે કોઇ સુવિધા કરવામાં આવી નથી. આ અંગે આંગણવાડી સંચાલક રંજન બેન […]

Top Stories Gujarat Others
mantavya 292 છોટાઉદેપુર: જિલ્લામા પીવાના પાણીની તંગી,બાળકોને પીવાના પાણી માટે ફાંફા

છોટાઉદેપુર,

છોટાઉદેપુરના આંગણવાડીમાં પીવાની પાણીની સુવિધાની વ્યવસ્થા ન હોવાથી ભૂલકાઓને પાણી પીવડાવવા અડધો કિમી દૂર લઇ જવા પડે છે.

છોટાઉદેપુરના પાનવડ નજીકમાં આવેલ નાની ટોકરી ગામે સરકારે મનરેગા યોજના હેઠળ નંદઘરના નામે આંગણવાડી છ લાખથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ પીવાના પાણી માટે કોઇ સુવિધા કરવામાં આવી નથી.

આ અંગે આંગણવાડી સંચાલક રંજન બેન રાઠવાએ જણાવ્યુ કે બાળકોને પીવાના પાણી માટે બે -ત્રણ વખત અડધો કિમી દૂર લઇ ગામના હેડ પમ્પ પર લઇ જવા પડે છે.

mantavya 293 છોટાઉદેપુર: જિલ્લામા પીવાના પાણીની તંગી,બાળકોને પીવાના પાણી માટે ફાંફા

સરકારે મનરેગા યોજના હેઠળ નંદઘરના નામે આંગણવાડી છ લાખથી વધુના ખર્ચે બનાવી તો દીધી પરંતુ પાણી માટે ટાંકી કે બોર ના કરાવ્યો આંગણવાડીની મુલાકાત લેતા જાણવા મળ્યુ કે નંદઘરના ભૂલકાઓ માટે નજીકમાં પીવાના પાણીની સુવિધા જ નથી.

mantavya 294 છોટાઉદેપુર: જિલ્લામા પીવાના પાણીની તંગી,બાળકોને પીવાના પાણી માટે ફાંફા

સંચાલિકા બેનને પૂછતા તેઓ એ જણાવ્યું કે અમારી આંગણવાડીનો સમય સવારે ૯-૩૦ થી ૩-૩૦ નો હૉય છે.આંગણવાડી ના બાળકોને તરસ લાગે અથવા નાસ્તો આપીયે પછી ગામના હેડ પમ્પ પર લઈ જઈને પાણી પીવડાવવુ પડે છે.

mantavya 295 છોટાઉદેપુર: જિલ્લામા પીવાના પાણીની તંગી,બાળકોને પીવાના પાણી માટે ફાંફા

અહિયાં અધિકારીઓ મુલાકાત દરમ્યાન ધ્યાન આપતા નથી તો શું આછે સરકારી તંત્ર ની વાસ્તવિકતા ભૂલકાઓ માટે આંગણવાડી  લાખોના ખર્ચે બનાવી ઉદ્ઘાટન કરી નાખ્યા પરંતુ આ માસૂમ ભૂલકાઓને ખુલ્લા પગે અઢધો કીલોમીટર પોતાની તરસ છિપાવવા જવુ પડે છે.

તો સ્થાનિક ગુરજી ભાઈ તડવીએ જણાવ્યુ કે આંગણવાડીમાં તમામ સુવિધા છે. પરંતુ પીવાના પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત છે. જેથી બાળકોને તકલીફ ન થાય.જો કે આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી.