Not Set/ ધાનેરા તાલુકામાં ‘પતિ, પત્નિ ઔર વો’ નાં કિસ્સામાં એક યુવાનનું મોત, ગુસ્સે ભરાયેલા લોકોનાં ટોળા ઉમટ્યા

આધુનિક યુગમાં લોકો પોતાની મર્યાદા ભૂલીને ઘણી જગ્યાએ આડા સંબંધ રાખતા હોય છે જેના પરિણામ પણ મોટાભાગે ખરાબ આવતા હોય છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધાનેરા તાલુકાનાં રામપુરા છોટા ગામે મહિલા જોડે આડા સબંધનાં કારણે પટેલ સમાજનાં એક યુવાનનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. કહેવાય છે ને કે જર જમીન ને […]

Top Stories Gujarat Others
Dhanera ધાનેરા તાલુકામાં ‘પતિ, પત્નિ ઔર વો’ નાં કિસ્સામાં એક યુવાનનું મોત, ગુસ્સે ભરાયેલા લોકોનાં ટોળા ઉમટ્યા

આધુનિક યુગમાં લોકો પોતાની મર્યાદા ભૂલીને ઘણી જગ્યાએ આડા સંબંધ રાખતા હોય છે જેના પરિણામ પણ મોટાભાગે ખરાબ આવતા હોય છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધાનેરા તાલુકાનાં રામપુરા છોટા ગામે મહિલા જોડે આડા સબંધનાં કારણે પટેલ સમાજનાં એક યુવાનનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

Dhanera2 ધાનેરા તાલુકામાં ‘પતિ, પત્નિ ઔર વો’ નાં કિસ્સામાં એક યુવાનનું મોત, ગુસ્સે ભરાયેલા લોકોનાં ટોળા ઉમટ્યા

કહેવાય છે ને કે જર જમીન ને જોરું એ કજિયા ના છોરું એ પંક્તિ આ કિસ્સામાં સાચી પડી છે. પ્રેમ પ્રકરણમાં ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, એવી જ એક ઘટના ધાનેરા તાલુકાનાં રામપુરા છોટા ગામની સામે આવી છે. બનાવની વિગતો એવી સામે આવી રહી છે કે, સેરગઢ ગામનાં શામળાભાઈ લાધાભાઈ પટેલને રામપુરા છોટા ગામની રબારી સમાજની મહિલા જોડે કથિત રીતે આડા સબંધ હોવાનુ સામે આવતા, મેવાભાઈ હાજા રબારીએ તેને ધોકા વડે હુમલો કરીને મોતની નીંદર સુવડાવ્યો છે, જે મૂર્તકની લાસને ધાનેરા રેફરલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી છે અને ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ વી.જે. પ્રજાપતિએ આરોપીને અટકમાં લઇને 38/2019 ઇ.પી કો.કલમ 302 અને 135 મુજબ ગુન્હો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કરેલ છે. સાથોસાથ આરોપીનાં ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પટેલ સમાજનાં યુવાનનાં મોતનાં સમાચાર મળતા ધાનેરા રેફરલ ખાતે પટેલ સમાજનાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા છે.

Dhanera1 ધાનેરા તાલુકામાં ‘પતિ, પત્નિ ઔર વો’ નાં કિસ્સામાં એક યુવાનનું મોત, ગુસ્સે ભરાયેલા લોકોનાં ટોળા ઉમટ્યા

ઉલ્લેખનીય છે કે, ધાનેરા તાલુકામાં છેલ્લા છ મહિનાથી મર્ડરની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ધાનેરાના યુવકનું મર્ડર થયું હતું ત્યાર પછી ભાટીબ ગામે અદાવતમાં કિશોરને સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. છેલ્લે આ યુવકને પણ આડા સંબંધોમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ઘટનાને ધ્યાને લઇને પોલીસ મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી છે. અતિ ગંભીર આ મામલામાં સુત્રોનું વધુમાં કહેવુ છે કે, ગુસ્સામાં ભરાયેલા પટેલ સમાજનાં લોકોનાં ટોળેટોળાને શાંત કરવાનો પ્રયત્ન સ્થાનિકો દ્વારા કરવામા આવી રહ્યો છે.