ગાંધીનગર/ પોલીસ ગ્રેડ પે મામલે સરકારે નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપીની જાહેરાત

આજે પોલીસ આંદોલનના મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જે પૂર્ણ થયા બાદ આંદોલનકારી પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે,

Top Stories Gujarat
પોલીસ પરિવાર પોલીસ ગ્રેડ પે મામલે સરકારે નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપીની

પોલીસના ગ્રેડ પે મુદ્દે આંદોલન સમગ્ર ગુજરાતમાં તીવ્ર બન્યું છે. છેલ્લા બે દિવસથી પોલીસના પરિવારજનો પણ ગ્રેડ પેના આંદોલનમાં સંમિલિત થયા છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ વાતને ગંભીરતાથી લઇ તેનો ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધર્યા છે. આજે પોલીસ આંદોલનના મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જે પૂર્ણ થયા બાદ આંદોલનકારી પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, સરકારે બે મહિનામાં માંગણી સંતોષવા ની ખાતરી આપી છે. સરકાર નિરાકરણ લાવવામાં આવ્યું છે.

પોલીસ પરિવાર ના આંદોલન મુદ્દે રાજ્યના ડીજીપીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, Ig એડમીનના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવશે. પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. હવે ગેરશિસ્ત ચલાવી નહિ લેવાય. કમિટીના રિપોર્ટ ઉપર નિર્ણય થશે. બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં કમિટી બનશે.નાણાં વિભાગ ના સભ્ય, gadના સભ્યનો પણ સમાવેશ કરાયો છે. શ્રુતિ પાઠકનો પણ સમાવેશ કરાયો છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નહિ મૂકી શકાય. પોલીસ અને ખાનગી વ્યક્તિ કાંઈ કાર્યવાહી કરશે તો પગલા લેવામાં આવશે. રેલી અંગે અત્યાર સુધીમાં ચાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહિતની અન્ય માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવ્યું. જેને રાજકીય સમર્થન મળ્યું હતું.  દરમિયાનમાં પોલીસ બેડામાં ગ્રેડ પે માંગણીનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.  ગ્રેડ પે સહિતના પ્રશ્નોને લઈને પોલીસ કર્મચારીઓએ હવે સરકાર સામે બાયોં ચડાવી હતી.  દરમિયાનમાં ગાંધીનગર  સહીત ગુજરાતમાં ઘણા સ્થળોએ પોલીસ પરિવારના ગ્રેડ પેના મુદ્દે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રેડ પેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું  હતું.

લૂંટનો પ્રયાસ નિષ્ફળ / શાહીબાગમાં નળ રીપેરીંગ કરવાના નામે ઘરમાં ઘુસ્યા અને …

ચોંકાવનારી ઘટના / યુટ્યુબ જોઈને 17 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ, માતા-પિતા હતા સમગ્ર ઘટનાથી અજાણ

World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત