vitamin/ વિટામીન ડી ની ઉણપથી સર્જાઈ શકે છે આ સમસ્યાઓ

વિટામીન-ડીની ઉણપથી પુરુષોમાં કેન્સરની શક્યતા પણ વધી જતી હોય છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહેલ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે

Health & Fitness
shutterstock 600651830 વિટામીન ડી ની ઉણપથી સર્જાઈ શકે છે આ સમસ્યાઓ
અમદાવાદ,
વિટામીન-ડીની ઉણપ એ અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને આમંત્રણ આપે છે. તે સર્વવિજ્ઞ બાબત છે. જાકે, તાજેતરમાં થયેલ સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે, વિટામીન-ડીની ઉણપથી પુરુષોમાં કેન્સરની શક્યતા પણ વધી જતી હોય છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહેલ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, વિટામીન ડીની ઉણપથી પુરુષોમાં પ્રોટેસ્ટ કેન્સરની ગંભીરતા વધારે રહે છે. આ સંશોધન એટલા માટે મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી માત્ર એમ માનવામાં આવતું હતું કે, વિટામીન ડીની ઉણપથી માત્ર સ્વાસ્થ્યને લગતી સામાન્ય તકલીફો જ થતી હોય છે. જાકે, આ ગંભીર બાબતને લઈ હવે ચિકિત્સકોને સારવાર માટે નવી પદ્ધતિઓ વિકસાવવા માટે મદદ મળશે.
ચિકિત્સકો હવે એ વિચાર કરી શકશે કે પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત વ્યક્તિની વિટામીન ડીની સમસ્યા દૂર કરવામાં આવે. જા વિટામીન ડીની સમસ્યા દૂર કરવામાં આવે  તો તેને કેન્સરની પણ સારવાર કરી શકાય તેમ છે. અમેરિકાની ફ્રિનબર્ગ સ્કુલ ઓફ મેડિસીન દ્વારા કરવામાં આવેલ આ સંશોધનના મુખ્ય લેખક એડમ મુર્ફીએ જણાવ્યું હતું કે, વિટામીન ડીની ઉણપ એ એક બાયોમાર્કરના રૂપમાં પ્રોસ્ટેટ કેન્સરની ભવિષ્યવાણી કરી શકે છે. મુર્ફીએ વધુમાં જણાવ્યું હતું કે, વિટામીન ડીને હાડકા સંબંધિત અને અન્ય બિમારીઓ માટે એક બાયોમાર્કર માનવામાં આવે છે.  જેથી દરેક પુરુષોએ પોતાના શરીરમાં વિટામીન ડીની તપાસ સમયસર કરાવવી જ જાઈએ. તેમજ જા શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ ઓછુ જણાય તો  તેને તાત્કાલિક કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરવો જાઈએ. નહીં તો વિટામીન ડીની આ ઉણપ તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ સંશોધન ક્લેનિકલ ઓફ ઓન્કોલોજી નામના જનરલમાં પ્રકાશિત થયું છે.