Not Set/ 11 પન્નાની ગુપ્ત ચીઠ્ઠીએ ભૈય્યુજીના મૃત્યુ અંગે ખોલ્યા રહસ્ય, ડીઆઈજીએ આપ્યા તપાસના આદેશ

સંત ભૈય્યુજી મહારાજની આત્મહત્યાના બધા પુરાવા એમની પત્ની ડો. આયુષી તરફ ઈશારો કરી રહ્યા છે. ડીઆઈજી હરિનારાયણચારી મિશ્ર પાસે ગુરુવારે એક બેનામી પત્ર પહોચ્યો હતો. જેમાં આયુષી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પત્રમાં લખ્યું હતું કે જે દિવસે ડો. આયુષી સાથે ભય્યુજીએ લગ્ન કર્યા હતા, ત્યારબાદથી એમના જીવનમાં ઉથલ-પુથલ શરુ થઇ ગઈ હતી. […]

Top Stories India
245115 3 1 11 પન્નાની ગુપ્ત ચીઠ્ઠીએ ભૈય્યુજીના મૃત્યુ અંગે ખોલ્યા રહસ્ય, ડીઆઈજીએ આપ્યા તપાસના આદેશ

સંત ભૈય્યુજી મહારાજની આત્મહત્યાના બધા પુરાવા એમની પત્ની ડો. આયુષી તરફ ઈશારો કરી રહ્યા છે. ડીઆઈજી હરિનારાયણચારી મિશ્ર પાસે ગુરુવારે એક બેનામી પત્ર પહોચ્યો હતો. જેમાં આયુષી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પત્રમાં લખ્યું હતું કે જે દિવસે ડો. આયુષી સાથે ભય્યુજીએ લગ્ન કર્યા હતા, ત્યારબાદથી એમના જીવનમાં ઉથલ-પુથલ શરુ થઇ ગઈ હતી. આયુષીએ ભૈય્યુજીને એમના પરિવારજનોથી અલગ કરવાનું શરુ કરી દીધું હતું. તેમજ પુત્રી કુહુથી પણ દુર રહેવા માટે દબાણ કરવાનું શરુ કરી દીધું હતું.

38941 3241 11 પન્નાની ગુપ્ત ચીઠ્ઠીએ ભૈય્યુજીના મૃત્યુ અંગે ખોલ્યા રહસ્ય, ડીઆઈજીએ આપ્યા તપાસના આદેશ

પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એની નજર એમની પ્રોપર્ટી અને કેશ પર પણ હતી. આ બધા આરોપ ડો. આયુષી પર બેનામ પત્રમાં લગાવવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે 11 પન્નાનો આ પત્ર મહારાજના સેવાદારે જ મોકલ્યો છે. પત્રમાં આશ્રમ અને પરિવારની ગુપ્ત વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

11 પન્નાની ગુપ્ત ચીઠ્ઠીએ ભૈય્યુજીના મૃત્યુ અંગે ખોલ્યા રહસ્ય, ડીઆઈજીએ આપ્યા તપાસના આદેશ

પત્રની સત્યતા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે ભય્યું મહારાજનો વિશ્વસનીય સેવાદાર છે. પરંતુ એની હત્યા થઇ જવાના ડરથી પોતાનું નામ જણાવ્યું નથી. પત્રમાં લખ્યું છે કે તે મહારાજનો સાચો સેવાદાર હતો અને એમના મૃત્યુનું રહસ્ય જાણે છે. અને તે ઈચ્છે છે કે ભય્યું મહારાજને મૃત્યુ સુધી પહોચાડવા વાળાને સજા મળે.

આ ગુપ્ત સેવાદારે એવું પણ લખ્યું છે કે મહારાજ છેલ્લા બે મહિનાથી માનસિક તણાવમાં હતા. એમની બીજી પત્ની એમના દરેક કામમાં દખલ કરવા લાગી હતી. એમણે આશ્રમમાં આવવાનું પણ ઓછુ કરી દીધું હતું.

bhaiyyujijoshi 1528810315 11 પન્નાની ગુપ્ત ચીઠ્ઠીએ ભૈય્યુજીના મૃત્યુ અંગે ખોલ્યા રહસ્ય, ડીઆઈજીએ આપ્યા તપાસના આદેશ

પત્રમાં એ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે આયુષી, મહારાજની પહેલી પત્નીની ચર્ચા થવા પર ભડકી જતી હતી. અને એમની તસ્વીરો પણ હટાવી દીધી હતી. પત્રમાં સેવાદારે આયુષી અને ભય્યુજીના પરિવાર સાથે જોડાયેલા ઘણા રહસ્યો પરથી પરદો ઉઠાવ્યો છે. જેમાં લખ્યું છે કે ભૈય્યુજી એટલા તણાવમાં હતા કે છેલ્લે એમણે મૃત્યુને ગળે લગાવી લીધું.