ambaji bhadarvi poonam/ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, દસ લાખનો માનવ મહેરામણ ઉમટી શકે

અંબાજીમાં ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ છે. છ દિવસમાં લગભગ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. અંતિમ દિવસે તો એક જ દિવસમાં કદાચ દસ લાખ જેટલા લોકો દર્શન કરે તથા શ્રદ્ધાળુઓ આવે તેમ માનવામાં આવે છે.

Top Stories Gujarat
Mantavyanews 8 11 અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, દસ લાખનો માનવ મહેરામણ ઉમટી શકે

અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ છે. છ દિવસમાં લગભગ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. અંતિમ દિવસે તો એક જ દિવસમાં કદાચ દસ લાખ જેટલા લોકો દર્શન કરે તથા શ્રદ્ધાળુઓ Ambaji-Bhadarvi Poonam આવે તેમ માનવામાં આવે છે.

અંતિમ દિવસે અંબાજી મંદિર સહિત અંબાજીને જોડતા માર્ગો પર અંબાજી નગરમાં પદયાત્રીઓનું મોટું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લાલ રંગની 52 ગજવાળી મોટી ધજાઓ સમગ્ર અંબાજીમાં લહેરાતી જોવા મળે છે.

અંબાજી મંદિરમાં રાત્રિએ 501 દીવા ચાચરચોકમાં ઝળહળતા Ambaji-Bhadarvi Poonam જોવા મળ્યા છે. અંબાજી મંદિરમાં દીવડાની ઝામખઝોળ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજીમાં આ વર્ષે 2023નો ભાદરવી પૂનમનો મેળો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.

ભાદરવી પૂનમના છ દિવસમાં લગભગ 40 લાખ ભક્તો માતા અંબાજીના દર્શન કરી ચૂક્યા છે. અંબાજીમાં અંતિમ દિવસે પ્રારંભથી જ હકડેઠઠ ભીડ છે. અંતિમ દિવસે દસ લાખથી પણ વધારે ભક્તો માના દરબારમાં આવે તેમ મનાય છે.

આના પગલે વર્ષ 2023નો અંબાજી ખાતેનો ભાદરવી પૂનમનો Ambaji-Bhadarvi Poonam મેળો વર્લ્ડ રેકોર્ડ સર્જી શકે છે. વિશ્વમાં કોઈપણ સ્થળ પગપાળા ચાલીને જતાં યાત્રાળુઓનો આટલો મોટો મેળો નથી. અંબાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભાદરવી પૂનમ નિમિત્તે ગુજરાત સરકારના પ્રવાસન્ નિગમે અંબાજીને લાઇટિંગથી શણગાર્યુ છે.

અંબાજીમાં યાત્રાળુઓના આગમન દરમિયાન 15 લાખથી વધારે પેકેટનું વિતરણ થયું છે. છ દિવસમાં 216 ગ્રામ સોનાની આવક થઈ છે. આ ઉપરાંત 56 હજારથી વધારે ચીક્કીના પેકેટનું વિતરણ થયું છે. આ ઉપરાંત  ભંડાર અને ધાર્મિક કેન્દ્ર ખાતે પાંચ કરોડ રૂપિયાથી વધુની આવક નોંધાઈ ચૂકી છે.

આ ઉપરાંત શ્રદ્ધાળુઓ અને ભક્તોએ મા અંબાના દર્શન વર્ચ્યુઅલી Ambaji-Bhadarvi Poonam પણ કર્યા હતા. લગભગ ત્રણ હજારથી પણ વધારે ભક્તોએ મા અંબાના વર્ચ્યુઅલી દર્શનનો લાભ લીધો હતો. આ મેળામાં આ વખતે તંત્રની કામગીરી જડબેસલાક હતી. સાત હજારથી પણ વધુ પોલીસે ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી.

 

આ પણ વાંચોઃ Karnataka/ કાવેરી જળ વિવાદને લઈને આજે કર્ણાટકમાં બંધનું એલાન!

આ પણ વાંચોઃ World Heart Day/ કેમ ઉજવવામાં આવે છે ‘વિશ્વ હૃદય દિવસ’, જાણો તેનો ઈતિહાસ અને થીમ

આ પણ વાંચોઃ INDIA US/ કેનેડા વિવાદ વચ્ચે અમેરિકા-ભારતના વિદેશ મંત્રીઓની મુલાકાત

આ પણ વાંચોઃ લાગુ થશે નિર્ણય/ જાણો, ક્યારે ઓનલાઈન ગેમિંગ પર લાગુ થશે 28 ટકા GST