Ambalal forecast/ પહેલી નવરાત્રિએ જ ત્રાટકશે વરસાદઃ અંબાલાલ પટેલની આગાહી

નવરાત્રિના ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર છે. વરસાદ હજી ગુજરાતનો પીછો છોડવાનો નથી. વરસાદ આ વખતે નવરાત્રિમાં પણ ત્રાટકશે. પહેલા નવરાત્રિએ જ વરસાદ ત્રાટકશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 9 10 પહેલી નવરાત્રિએ જ ત્રાટકશે વરસાદઃ અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદઃ નવરાત્રિના ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર છે. વરસાદ હજી ગુજરાતનો પીછો છોડવાનો નથી. વરસાદ આ વખતે નવરાત્રિમાં પણ ત્રાટકશે. પહેલા નવરાત્રિએ જ વરસાદ ત્રાટકશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની છે અને તેના લીધે ડિસેમ્બર સુધી વાવાઝોડા આવતા રહેશે. આમ આ વખતની નવરાત્રિ પાણીમાં જશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 30મી સપ્ટેમ્બર પછી ચક્રવાત સક્રિય થતા તેની અસર વાતાવરણમાં સ્પષ્ટ દેખાશે.

બંગાળની ખાડીમાં બેથી 14 ઓક્ટોબર દરમિયાન મોટો ચક્રવાત સક્રિય થવાનું પ્રબળ અનુમાન છે. તેના લીધે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. નવરાત્રિના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદની આગાહી છે. સાતમી ઓક્ટોબર પછી બંગાળના અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. સાતમી ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. દશેરાના દિવસે પણ વરસાદની આગાહી છે.

સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ચોમાસાની પીછેહઠ શરૂ થતી હોય છે, કાશ્મીરમાં શરૂ થયેલી હિમવર્ષા તેનો પુરાવો છે કે હવે શિયાળાનો પ્રારંભ થશે. બીજી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિ વધશે અને 18થી 20 ઓક્ટોબર દરમિયાન આ ગતિ ટોચ પર પહોંચશે. આમ નવરાત્રિ પણ વરસાદ જ ખેલૈયો રહેશે.

જો કે અંબાલાલ અહીં અટકતા નથી. તેમનું કહેવું છે કે નવરાત્રિ જ નહી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની સંભાવના છે. દિવાળી પછી નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ વરસી શકે છે. આમ સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાં પણ વરસાદ થશે.

ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે તે ઉત્સાહ પર વરસાદનું પાણી ફરી શકે છે. ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદ પડ્યો હતો અને ખેલૈયા ગરબે ઘૂમી શક્યા ન હતા. આ વર્ષે પણ આ પ્રકારની સ્થિતિના પુનરાવર્તનની સંભાવના છે. આ સંજોગોમાં રેઇનકોટ પહેરીને નવરાત્રિ ઉજવવી પડી શકે. તેથી નવરાત્રિની સાથે-સાથે વરસાદની પણ તૈયારી કરી રાખજો.

બંગાળનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની અસર દેશના પૂર્વભાગો ઉપરાંત મધ્યપ્રદેશ અને છેક ગુજરાત સુધી થશે. આ અસર હેઠળ મુંબઈ, દક્ષિમગુજરાત, અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

 

આ પણ વાંચોઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, દસ લાખનો માનવ મહેરામણ ઉમટી શકે

આ પણ વાંચોઃ મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત

આ પણ વાંચોઃ જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

આ પણ વાંચોઃ તળાજામાં વ્હાલશોયાના ટુકડા જોઈ પરિવાર સ્તબ્ધ