Not Set/ કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સહિત 11 રાજયોનાં તમામ નાગરિકોને મળશે મોટી રાહત

સમગ્ર દેશમાં આજે કોરોનાનો કેર વધતો જઇ રહ્યો છે. ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન આ વાયરસ સામે રક્ષણ આપી શકે છે.

Top Stories India
cartoon 22 કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સહિત 11 રાજયોનાં તમામ નાગરિકોને મળશે મોટી રાહત

સમગ્ર દેશમાં આજે કોરોનાનો કેર વધતો જઇ રહ્યો છે. ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન આ વાયરસ સામે રક્ષણ આપી શકે છે. ખાસ કરીને વેક્સિનની જો વાત કરીએ તો દેશભરમાં જલ્દી લોકોને વેક્સિન લગાવવામા આવે તો આ વાયરસથી દેશ બહાર આવી શકે છે. આ વચ્ચે વેક્સિનને લઇને પહેલા જ 11 રાજ્યો મોટો નિર્ણય લઇ ચુક્યા છે. આ 11 રાજ્યોએ વેક્સિનને પોતાના રાજ્યનાં નાગરિકો માટે ફ્રી આપવાની જાહેરાત કરી છે. ત્યારે હવે આજે મહારાષ્ટ્રમાં હવે જનતાને વેક્સિન ફ્રી માં આપવામાં આવશે.

જાગ્યા ત્યારથી સવાર / હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ

સમગ્ર દેશમાં 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પોતાના નાગરિકોને મફત રસી આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રનાં નિર્ણય પછી, ઉત્તરપ્રદેશે પ્રથમ જાહેરાત કરી હતી કે રાજ્યનાં લોકોને મફત રસી આપવામાં આવશે. યુપીની સાથે મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, કેરળ, આસામ, ઝારખંડ, ગોવા, સિક્કિમ આ તે રાજ્યો છે કે જેણે પોતાના રાજ્યનાં દરેક નાગરિકો માટે વેક્સિન મફતમાં આપવાની ઘોષણા કરી છે. જો કે હવે આ ક્રમમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થઇ ગયો છે.  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સતત કેર વચ્ચે ઉદ્ધવ સરકારે રવિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે, રસીકરણ દરમિયાન તમામ લોકોને કોરોના રસી મફતમાં લગાવવામાં આવશે. જણાવી દઇએ કે, કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં દરરોજ 60 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. જો કે રાજ્ય સરકારે 1 મે સુધી કોરોનાની રોકથામ માટે લોકડાઉન જેવા તમામ નિયંત્રણો લાગુ કર્યા છે, પરંતુ નવા ચેપગ્રસ્તોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

મોટા સમાચાર / દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન

મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે કોવિડ રસી મફતમાં લગાવવામાં આવશે તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા. મલિકે કહ્યું, “મહારાષ્ટ્ર સરકાર તેના તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના રસી આપશે.” હાલમાં, 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને કોરોનાની આપવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરની વચ્ચે મોટી સંખ્યામાં લોકો રસી લગાવવવા આગળ આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ કપરા સમયે દેશભરમાં 13 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે. કોવિડની મહારાષ્ટ્રની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ રસી આપવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે, ઘણી વખત રાજ્ય સરકાર કોરોના રસીનો અભાવ હોવાનો દાવો કરી ચૂકી છે, પરંતુ કેન્દ્રએ દર વખતે આ દાવાઓને નકારી દીધા છે.

Untitled 42 કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સહિત 11 રાજયોનાં તમામ નાગરિકોને મળશે મોટી રાહત