ચૂંટણી/ બંગાળની નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં TMC આગળ,28 બેઠક જીતી

પશ્ચિમ બંગાળની 108 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આજે આવવા લાગ્યા છે. તમામ પ્રકારના આક્ષેપ-પ્રતિ-આક્ષેપો વચ્ચે આજે મતોની પેટી ખુલી ગઈ છે

Top Stories India
MAMTA બંગાળની નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં TMC આગળ,28 બેઠક જીતી

પશ્ચિમ બંગાળની 108 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આજે આવવા લાગ્યા છે. તમામ પ્રકારના આક્ષેપ-પ્રતિ-આક્ષેપો વચ્ચે આજે મતોની પેટી ખુલી ગઈ છે અને 8,160 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. આ વખતે તૃણમૂલના 2,258, ભાજપના 2,021, CPI(M)ના 1,588 અને કોંગ્રેસના 965 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે 843 અપક્ષ ઉમેદવારો પણ ઘણી નગરપાલિકાઓમાં સ્પર્ધા આપતા જોવા મળી રહ્યા છે.ટીએમસીએ 108માંથી 28 બેઠકો જીતી છે. વિરોધ પક્ષો અત્યાર સુધી એક પણ શહેર જીતી શક્યા નથી. TMC દરેક નગરપાલિકામાં સારી પ્રગતિ કરી રહી છે.

બંગાળમાં નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવવા લાગ્યા છે,શરૂઆતમાં જ સ્થાનિક ચૂંટણીમાં મમતા બેનર્જી પાર્ટી ટીએમસીએ લીડ મેળવી લીધી છે અને પાર્ટીએ 28 બેઠકો પર જીત મેળવી છે ,હાલ અનેક વિરોધ પક્ષ વચ્ચે ટીએમસી સારૂ પ્રદર્શન કરી રહી છે.