World Heart Day/ કેમ ઉજવવામાં આવે છે ‘વિશ્વ હૃદય દિવસ’, જાણો તેનો ઈતિહાસ અને થીમ

વિશ્વ હૃદય દિવસ(World Heart Day) દર વર્ષે 29 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

Top Stories Health & Fitness Lifestyle
Mantavyanews 2023 09 29T084138.446 કેમ ઉજવવામાં આવે છે 'વિશ્વ હૃદય દિવસ', જાણો તેનો ઈતિહાસ અને થીમ

વિશ્વ હૃદય દિવસ(World Heart Day) દર વર્ષે 29 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર ગણાય છે. જેના કારણે લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અનેક હૃદયની બિમારીઓ પીડાતા હોય છે.

WHO એ પણ કહ્યું છે કે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતો નાની ઉંમરમાં જ હૃદયના દર્દી બની શકે છે. વિશ્વ હૃદય દિવસ લોકોને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. જાણો તેનો ઈતિહાસ, થીમ અને મહત્વ…

વિશ્વ હૃદય દિવસનો ઇતિહાસ

વર્ષ 2000 માં 24 સપ્ટેમ્બરે પ્રથમ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એન્ટોની બેયસ ડી લુનાએ આ દિવસની ઉજવણીમાં મોટી ભૂમિકા ભજવી છે. તેઓ 1997થી 1999 સુધી વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અધ્યક્ષ હતા અને એવું માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણીનો વિચાર તેમને પ્રથમ આવ્યો હતો. જોકે, પાછળથી વર્લ્ડ હાર્ટ ડે 24મીને બદલે 29મી સપ્ટેમ્બરથી ઉજવવાનું શરૂ થયું.

વિશ્વ હૃદય દિવસ થીમ

આ વખતે વર્ષ 2023માં વર્લ્ડ હાર્ટ ડેની થીમ ‘Use Heart, Know Heart’ રાખવામાં આવી છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા આ થીમ જાહેર કરવામાં આવી છે.

વિશ્વ હૃદય દિવસનું શું મહત્વ છે?

ખરાબ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અથવા વધારે વજન જેવી ઘણી સમસ્યાઓ હૃદયને નબળું બનાવે છે. અહેવાલો અનુસાર, સમગ્ર વિશ્વમાં કેન્સર કરતાં હૃદય રોગથી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. વર્લ્ડ હાર્ટ ડે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે હૃદયની તંદુરસ્તી જાળવવી કેટલી જરૂરી છે.

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતોનું કહેવુ છે કે, યુવાનોમાં હૃદયની સમસ્યા એક મોટી સમસ્યા છે. નિષ્ણાતોના મતે યુવા પેઢીમાં હૃદયની સમસ્યા વધી રહી છે. યુવાનોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે તેના ઘણા કારણો હોઈ શકે છે. મુખ્ય કારણોમાંનું એક બિનઆરોગ્યપ્રદ આહાર અને દારૂ, તમાકુ અને દવાઓનું વધુ પડતું સેવન હોઈ શકે છે.


આ પણ વાંચો: INDIA US/ કેનેડા વિવાદ વચ્ચે અમેરિકા-ભારતના વિદેશ મંત્રીઓની મુલાકાત

આ પણ વાંચો: Navratri/ નવરાત્રી દરમિયાન કરો આ શક્તિશાળી પાઠ, દરેક સમસ્યામાંથી મળશે છુટકારો

આ પણ વાંચો: લાગુ થશે નિર્ણય/ જાણો, ક્યારે ઓનલાઈન ગેમિંગ પર લાગુ થશે 28 ટકા GST