પોરબંદર/ એકસાથે 600 લોકોએ કરી ઈચ્છામૃત્યુની માંગ, આવું છે કારણ …

આ ચોંકાવનારો કિસ્સો મહાત્મા ગાંધીના વતન પોરબંદરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સાથે 600 મુસ્લિમ માછીમારોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે.

Top Stories Gujarat
Untitled22 એકસાથે 600 લોકોએ કરી ઈચ્છામૃત્યુની માંગ, આવું છે કારણ ...

ગુજરાતમાં એક સાથે 600 મુસ્લિમ માછીમારોએ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. સ્થાનિક મુસ્લિમ માછીમારી સમુદાય થિમરના આગેવાન અલ્લારખા ઈસ્માઈલભાઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. આમાં ભેદભાવનો આરોપ લગાવતા અરજદારે પોતાના અને તેના સાથીઓ માટે ઈચ્છામૃત્યુની પરવાનગીની માંગ કરી હતી. આ અત્યંત ચોંકાવનારા સમાચાર મહાત્મા ગાંધીના વતન પોરબંદરના છે.

બગડતી નાણાકીય પરિસ્થિતિ
પોરબંદરના ગોસાબારા વેટલેન્ડના અલ્લારખાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં માછીમાર સમુદાયની કથળતી આર્થિક સ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર ચોક્કસ સમુદાયના લોકો સાથે ભેદભાવ કરી રહી છે અને સુવિધાઓ પૂરી પાડતી નથી.

અહીંનો મુસ્લિમ માછીમાર સમુદાય 2016થી પરેશાન છે
એડવોકેટ ધર્મેશ ગુર્જરના જણાવ્યા અનુસાર, અરજદારોએ આરોપ લગાવ્યો છે કે તેમને રાજકીય રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, રાજ્યપાલ પાસે અનેક રજૂઆતો પેન્ડિંગ છે. સ્થાનિક મુસ્લિમ માછીમાર સમુદાયના જણાવ્યા મુજબ, 2016 થી ગોસાબારા બંદર પર બોટ લાંગરવા પર પ્રતિબંધ છે, આ માછીમારો પાસે લાયસન્સ પણ છે, પરંતુ તેમ છતાં તેઓને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેના કારણે માછીમારો સામે આર્થિક સંકટ સર્જાઈ રહ્યું છે.

ધર્મના આધારે ઉત્પીડનનો આરોપ
થિમર સમુદાયના લોકોનો આરોપ છે કે સ્થાનિક અધિકારીઓ તેમને ધર્મના આધારે હેરાન કરી રહ્યા છે. જ્યારે અન્ય ધર્મના માછીમારોને સતત સુવિધા આપવામાં આવી રહી છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થીમર સમાજ હંમેશા રાષ્ટ્રને વફાદાર રહ્યો છે, આવી નકારાત્મક પ્રવૃત્તિમાં ક્યારેય સંડોવાયેલ નથી. આ સિવાય ઘણી વખત પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ખોટી ગતિવિધિઓની માહિતી પણ સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી હતી.