Vadodara-Corona/ વડોદરામાં કોરોનાની એન્ટ્રી થતાં સન્નાટોઃ બેને દાખલ કરાયા

અમદાવાદ બાદ વડોદરા શહેરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આમ હવે ઉનાળો પ્રારંભ થયો છે ત્યારે કોરોનાની એન્ટ્રીએ વડોદરા શહેરને ચોંકાવ્યું છે. આ વખતે કોરોના બે વૃદ્ધોને થયો છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 03 29T114946.584 વડોદરામાં કોરોનાની એન્ટ્રી થતાં સન્નાટોઃ બેને દાખલ કરાયા

વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરા શહેરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આમ હવે ઉનાળો પ્રારંભ થયો છે ત્યારે કોરોનાની એન્ટ્રીએ વડોદરા શહેરને ચોંકાવ્યું છે. આ વખતે કોરોના બે વૃદ્ધોને થયો છે.

વડોદરાના નવા યાર્ડ અને દોડકા ગામમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થતાં ત્યાં ભયનો માહોલ છે. દોડકા ગામમાં 72 વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપેટમાં આવ્યા છે તો નવા યાર્ડમાં 69 વર્ષના વૃદ્ધ કોરોનાનો ભોગ બન્યા છે.

કોરોનાનો ભોગ બનેલા બંને વૃદ્ધોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં બંને વૃદ્ધોની સ્થિતિ સુધારા હેઠળ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ વાઇરલ ઇન્ફેકશન અને સ્વાઇન ફ્લુના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ વાઇરલ ઇન્ફેકશન અને સ્વાઇન ફ્લુના દર્દીઓથી ઉભરાઈ રહી છે. હાલમાં સ્વાઇન ફ્લુના પાંચ અને કોરોનાના બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમા 40 વર્ષના એક પુરુષ અને 75 વર્ષની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત