Not Set/ સુરેન્દ્રનગરનાં 15 કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ સતત ખાડે જઈ રહી છે ત્યારે તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે સંચાલનનો અભાવ હોવાના પગલે બહાર થયા હોવાનું કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
Untitled સુરેન્દ્રનગરનાં 15 કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ સતત ખાડે જઈ રહી છે ત્યારે તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે સંચાલનનો અભાવ હોવાના પગલે બહાર થયા હોવાનું કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે કોંગ્રેસનાં બે નેતાઓ રાજીનામાં આપી ચૂકયા છે. ત્યારે બીજી તરફ વધુ કોંગ્રેસમાં આગામી દિવસોમાં ભડકો થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થવાનાં પગલે કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે તે કોંગ્રેસથી નારાજ છે.

નિર્ણય: ગુજરાતમાં ધર્મ પરિવર્તનના હેતુથી છેતરપિંડી પૂર્વક થયેલા લગ્ન કોર્ટ દ્વારા રદ કરાશે : લવ જેહાદ વિરોધી કાયદો ૧૫ જૂનથી અમલી

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં ભડકો વહેલી સવારથી સર્જાયો છે. ખાસ કરી સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખની આજથી ત્રણ માસ પહેલા જાહેરાત કરી હતી ત્યારથી કોંગ્રેસમાં ભડકો સર્જાયો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર કોંગ્રેસમાં હોદ્દો ધરાવતા દિગ્ગજ નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે આગામી રવિવાર સુધીમાં 15 થી વધુ કોંગ્રેસનાં હોદ્દેદારો રાજીનામાં આપશે. તેવું કોંગ્રેસનાં એક નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે. 15થી વધુ કોંગ્રેસનાં કાર્યકરો એકસાથે રવિવાર સુધીમાં રાજીનામા આપી દેશે. જેને લઇને હાલની પરિસ્થિતિ મુજબ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં કોઈ નેતાઓનું ઉપજતું ન હોવાના આક્ષેપો સાથે અને ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ નબળું હોવાના પગલે અને ખાસ કરીને સંચાલન કોંગ્રેસનાં નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે ખોખલા રીતે કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે 15થી વધુ નેતાઓ રાજીનામું આપી દેશે અને કોંગ્રેસને રામ રામ કરશે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને જે નગરપાલિકાનાં પૂર્વ હોદ્દેદારો પૂર્વ પ્રમુખો શહેર પ્રમુખઓ અને કોંગ્રેસનાં કાર્યકરો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ને રવિવાર સુધીમાં રાજીનામું સુપરત કરશે અને કોંગ્રેસને રામ રામ કરશે.

અભયમ ટીમ: અહીં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની  સમજાવટથી પરિવાર પાસે પરત ફરી

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અનુસાર કોંગ્રેસનાં એક પણ નેતાઓ ચૂંટણી ટાણે સુરેન્દ્રનગરમાં ડોકાયા નથી. કેન્દ્રીય તથા રાજ્ય લેવલે એક પણ કોંગ્રેસનાં નેતા સુરેન્દ્રનગર ની મુલાકાતે પણ આવતા નથી, જેને લઇને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ ખોખલું બનતું જઈ રહ્યું છે. ત્યારે હાલમાં કોંગ્રેસ પક્ષમાં તિરાડો સર્જાઈ છે વિખવાદ પણ સર્જાયો છે. છેલ્લા ત્રણ માસથી શહેર કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી કોંગ્રેસ તૂટી રહી છે. ત્યારે કોંગ્રેસ ખોખલી બનતી જઈ રહી હોય ત્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટી સારો એવો રાજકીય રીતે દેખાવ અને પ્રદર્શન કરી રહી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરનાં 15થી વધુ કોંગ્રેસનાં નેતાઓ રવિવારનાં દિવસે આમ આદમી પાર્ટીનાં પ્રદેશનાં કાર્યકરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે. જેને લઈને સુરેન્દ્રનગરમાં રાજકારણ ગરમાયુ છે.

kalmukho str 3 સુરેન્દ્રનગરનાં 15 કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે