Not Set/ જિનીવામાં પાકિસ્તાને આખરે કબુલ્યું કે, જમ્મુ કાશ્મીર ‘ભારતીય રાજ્ય’ છે

પાકિસ્તાને આખરે કરી કબુલાત કાશ્મીર ભારતીય રાજ્ય કાશ્મીરમાં પત્રકારો અને વૈશ્વિક સંસ્થાને જવા દેવા કરી માગ ભારત પર લગાવ્યા માનવ અધિકાર ભંગનાં કથિત આરોપ UNHRCને કરી દખલગીરીની કરી અપીલ પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર પંચનાં અધિવેશનમાં સંબોધન કરતાં જમ્મુ-કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવ્યું હતું. આ વિશે પત્રકારો સાથે વાત કરતા […]

Top Stories World
pakistan foreign minister shah mehmood qureshi in unhrc જિનીવામાં પાકિસ્તાને આખરે કબુલ્યું કે, જમ્મુ કાશ્મીર 'ભારતીય રાજ્ય' છે

અત્યાર સુધી પાકિસ્તાને હંમેશાં જમ્મુ અને કાશ્મીરને ભારતીય વહીવટી કાશ્મીર તરીકે ઓળખાવ્યું છે. કુરેશીનું આ નિવેદન UNHRC અધિવેશનમાં તેમના સંબોધન પછી આવ્યું છે. જોકે UNHRC અધિવેશનનાં પોતાનાં સંબોઘનમાં તો કુરેશીએ કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવતા આક્ષેપો મુક્યા હતા.

આ પહેલા કુરેશીએ મંગળવારે યુનાઇટેડ સ્ટેટ્સ હ્યુમન રાઇટ્સ કમિશન (UNHRC)ને અપીલ કરી હતી કે ભારતને જમ્મુ-કાશ્મીરથી પ્રતિબંધો હટાવવા માટે કહેવું જોઇએ. ઇસ્લામાબાદ કે, જેણે કશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો હતો, તે પાકિસ્તાને UNHRCમાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ UNHRC સત્ર દરમિયાન ભારત વિરુદ્ધ ઘમંડથી ભરેલા આક્ષેપો કર્યા હતા.

પાકિસ્તાને ભારત પર UNHRCમાં મનધડત આરોપ મુક્યા હતા

5 ઓગસ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 ને પાછો ખેંચવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવ વધું વધ્યા હતા. જિનીવામાં UNHRC સત્રમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પાકિસ્તાન વતી પેરવી કરી હતી. ભારતે કાશ્મીરમાં કલમ 370 નાબૂદને આંતરિક બાબત ગણાવી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાનને આ મુદ્દે દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

UNHRCમાં ભારત વિરુદ્ધ ખોટા માનવાધિકાર ભંગનાં આક્ષેપો કરતી વખતે કુરેશીએ માગ કરી હતી કે જમ્મુ-કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ સાથે જ કર્ફ્યુ નાબૂદ કરવામાં આવે અને અટકાયતમાં આવેલા રાજકારણીઓ ખીણમાં છૂટા કરી દેવામાં આવે.

UNHRCમાં કુરેશીએ એમ પણ કહ્યું હતું કે ભારતે જમ્મુ-કાશ્મીરમાં લોકોના હકોનું ખંડન કરનારાઓને સજા કરવી જોઈએ અને UNHRCને આ વિસ્તારમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘન પર નજર રાખવા દેવી જોઈએ. કુરેશીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિની ઉચ્ચ કમિશનર કચેરીને તપાસ કરવા દો. પાકિસ્તાનના વિદેશ પ્રધાને માગ કરી હતી કે માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મીડિયાને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન