Not Set/ ચીન-પાકિસ્તાને કર્યું કાશ્મીર મામલે આવું નિવેદન, ભારતે ઉડાડ્યો છેદ

ચીને પાકિસ્તાનમાંથી ઓક્યુ ભારત વિરૂદ્ધ ઝેર કાશ્મીર મામલે કર્યું પાકિસ્તાનનું સમર્થન પાકિસ્તાની વિદેશમંત્રી અને ચીની વિદેશમંત્રીનું સંયુક્ત નિવેદન ભારતેે કર્યુ સંયુક્ત નિવેદનનું ખંડન, નકારી કાઢ્યું નિવેદન કાશ્મીર મુદ્દે ચીનને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. આમ તો ચીન દરેક મુદે ભારત વિરોધનું એટલે કે પાકિસ્તાનનું સમર્થન કરે જ છે. સંયુક્ત સંબોધન દરમ્યાન ચીને ફરી એકવાર કાશ્મીર મુદ્દે […]

Top Stories World
chin pak unhrc ચીન-પાકિસ્તાને કર્યું કાશ્મીર મામલે આવું નિવેદન, ભારતે ઉડાડ્યો છેદ

બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે તે પણ કહ્યું છે કે, ભારત, ચીન-પાકિસ્તાનનાં આર્થિક કોરિડોર પ્રોજેક્ટ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. જણાવી દઈએ કે 1947થી આ કોરિડોર ભારતીય સ્થળે બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં પાકિસ્તાને ગેરકાયદેસર  કબજો જમાવી રાખ્યો છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ચીનના વિદેશ પ્રધાન અને સ્ટેટ કાઉન્સિલર વાંગ યીની પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતની સમાપન બાદ રવિવારે આ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

ચીનની વિદેશ પ્રધાને તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાન, તેમના સમકક્ષ શાહ મહમૂદ કુરેશી, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાતચીત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીનીઓએ પાકિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટેના તેમના સમર્થનને પુષ્ટિ આપવાની સાથે સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં સમર્થન આપવાની કટિબદ્ધતાનું પુનર્નિર્માણ કર્યું છે.

પાકિસ્તાનની મુલાકાતે ગયેલા ચીની પ્રતિનિધિ મંડળએ કહ્યું કે, કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચીન ધ્યાન આપી રહ્યું છે. તેમણે પુનરાવર્તિત કર્યું હતું કે આ મુદ્દો “ઇતિહાસમાં ચાલતો વિવાદ છે, જેનો ઉકેલ નથી આવ્યો.” ચીને કહ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવોના આધારે વિવાદ દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન