કાર્યવાહી/ બાપુનગરના PI અને PSI વિરુદ્ધ DCPએ  આપ્યો  કાર્યવાહીનો હુકમ 

બાપુનગર વિસ્તારના પી.આઇ નિરવ વ્યાસ અને પી.એસ.આઇ જયદિપ બારોટ વિરુધ્ધ અરજી મળતા તાત્કલિક અસરથી બંનેની બદલી કરવામાં આવી છે. dcp ઝોન 5ના જણાવ્યા અનુસાર આ બંને વિરુદ્ધ ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
ઝવેરચંદ મેઘની 1 બાપુનગરના PI અને PSI વિરુદ્ધ DCPએ  આપ્યો  કાર્યવાહીનો હુકમ 

બાપુનગર વિસ્તારના પી.આઇ નિરવ વ્યાસ અને પી.એસ.આઇ જયદિપ બારોટ વિરુધ્ધ અરજી મળતા તાત્કલિક અસરથી બંનેની બદલી કરવામાં આવી છે. dcp ઝોન 5ના જણાવ્યા અનુસાર આ બંને વિરુદ્ધ ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે.

આ બાબતે ઝોન ૫ના ડીસીપી અચલ ત્યાગીને બંન્ને અધિકારીઓ વિરુધ્ધ બે દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આપ્યો છે. તેમજ પી.એસ.આઇ જયદીપ બારોટને તાત્કાલિક અસરથી બાપુનગરથી હટાવી એચ ડીવીઝનમાં રીડર તરીકે મુકવામા આવ્યા છે.

નિધન / સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું નિધન…

આ બંને અધિકારીઓ ઉપર BJPના મંત્રી અને ધારાસભ્ય અને કોર્પોરેટરના જોરે બેફામ ધંધા કરવા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આ મંત્રીઓ અને નેતા કોણ છે તે અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  હીરા દલાલ અને બિલ્ડર અને જમીન દલાલ ભુપતની પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

સાથે પી.આઇ નિરવ વ્યાસ બહારગામ હોવાથી તેઓ આવશે એટલે તેમના નિવેદન લઇને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ સમગ્રે ઘટનામાં  ભોગ બનનાર લોકોના પણ નિવેદન લેવામાં આવશે. તાત્કાલિક અસરદાયક પગલાં લેવામા આવશે તેમ વધુમાં ત્યાગીએ ઉમેર્યુ છે.

પી.આઇ નિરવ વ્યાસના કારણે બાપુનગર પોલીસ સ્ટેશનથી થોડે જ દુર આવેલી એચ. ડીવીઝનના એસીપીની ઓફિસ હોવાથી જેસીપી ગૌતમ પરમારે એસીપી પી.એમ પ્રજાપતિનો પણ ઉધડો લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…