World Cup Rohit Statement: T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 10 વિકેટથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાની બેટિંગ સારી રહી હતી પરંતુ બોલરોએ નિરાશ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલરો ઈંગ્લેન્ડના એક પણ બેટ્સમેનની વિકેટ લઈ શક્યા ન હતા. વિરાટ અને હાર્દિકની સારી બેટિંગ સ્કિલે પણ ભારતીય ટીમ મેચ જીતી શકી નથી.
ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ IPL વિશે એક મોટી વાત કહી છે. હવે તમે વિચારતા જ હશો કે T20 વર્લ્ડ કપમાં IPLની વાત ક્યાંથી આવી, તો ચાલો તમને જણાવીએ કે રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ IPL નો ઉલ્લેખ શા માટે કર્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ હાર બાદ કહ્યું કે હું નિરાશ છું. અમે સારી બેટિંગ કરી. પરંતુ બોલિંગના મામલામાં પાછળ રહી ગયા. નોકઆઉટ મેચોમાં બધું દબાણને હેન્ડલ કરવા પર આધાર રાખે છે. આઈપીએલની તમામ મેચોમાં ખેલાડીઓ દબાણ હેઠળ રમ્યા છે. રોહિત શર્માની વાતથી સ્પષ્ટ છે કે રોહિત શર્મા જે રીતે આઈપીએલ મેચોમાં દબાણને હેન્ડલ કરી રહ્યો છે, તે આ મેચમાં તે દબાણને સંભાળી શક્યો નહતો.
મેચની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ 40 બોલમાં 50 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: ઓ વુમનીયા ઓહો હો હો../ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1962થી 2017 સુધી મહિલાઓનું વર્ચસ્વ કેવુ રહ્યું..જાણો મતદારોનો મૂડ