Not Set/ જીટીયુ આયોજિત ફાર્મસી જોબફેરમાં ૭૦ કંપની દ્વારા ૧૦૦૦ નોકરીની ઓફર

અમદાવાદ, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) આયોજિત સાતમો સેન્ટ્રલાઈઝ ફાર્મસી પ્લેસમેન્ટ ફેર એટલે કે નોકરી ભરતી મેળો તા. 12 અને 13 મેએ જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજવામાં આવશે. તેમાં ડી.ફાર્મ, બી.ફાર્મ અને એમ.ફાર્મના વિદ્યાર્થીઓને કુલ 70 ટોચની કંપનીઓ તરફથી એક હજારથી વધુ નોકરીઓની ઑફર કરવામાં આવશે. જીટીયુના વ્યૂહાત્મક આયોજનને પરિણામે ફાર્મસીના વિવિધ કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થયાના એક સપ્તાહમાં જ નોકરી મળી […]

Top Stories Ahmedabad Gujarat Trending
job search 580299 960 720 જીટીયુ આયોજિત ફાર્મસી જોબફેરમાં ૭૦ કંપની દ્વારા ૧૦૦૦ નોકરીની ઓફર

અમદાવાદ,

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) આયોજિત સાતમો સેન્ટ્રલાઈઝ ફાર્મસી પ્લેસમેન્ટ ફેર એટલે કે નોકરી ભરતી મેળો તા. 12 અને 13 મેએ જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજવામાં આવશે. તેમાં ડી.ફાર્મ, બી.ફાર્મ અને એમ.ફાર્મના વિદ્યાર્થીઓને કુલ 70 ટોચની કંપનીઓ તરફથી એક હજારથી વધુ નોકરીઓની ઑફર કરવામાં આવશે.

જીટીયુના વ્યૂહાત્મક આયોજનને પરિણામે ફાર્મસીના વિવિધ કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થયાના એક સપ્તાહમાં જ નોકરી મળી જશે. જીટીયુએ પહેલી વખત વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુ માટે તૈયાર કરવા બાઈસેગ, ગાંધીનગરના સહયોગથી ઓનલાઈન વિડીયો ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

જીટીયુ આયોજિત આ વર્ષના નોકરી ભરતી મેળામાં ભાગ લેનાર ટોચની કંપનીઓમાં ઝાયડસ કેડીલા હેલ્થકેર, એમનીલ ફાર્મા, એપોલો હોસ્પિટલ્સ, એપોલો ફાર્મસી, બાયોકોન લિમિટેડ, કેડીલા હેલ્થકેર, એમક્યોર ફાર્મા, ફાઈનક્યોર ફાર્મા, જીવીકે ઈએમઆરઆઈ 108 ઈમરજન્સી સેવા, ઈપ્કા લેબોરેટરીઝ, લિવા ફાર્મા, રત્નમણી હેલ્થકેર, રૂઝાન ફાર્મા, ટ્રોઈકા ફાર્મા, યુનિટેક ફાર્મા, વીડા ક્લિનિકલ રિસર્ચ, એક્યુપ્રેક રિસર્ચ લેબ્સ પ્રા. લિ., એક્યુલાઈફ હેલ્થકેર વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

જીટીયુ સંલગ્ન બી.ફાર્મની 70 અને એમ.ફાર્મની 58 કૉલેજો છે, જેમાં બી.ફાર્મમાં આશરે 1750 અને એમ.ફાર્મમાં 460 તેમજ ડી.ફાર્મમાં 320 વિદ્યાર્થીઓના ડિગ્રી-ડિપ્લોમાની પરીક્ષાના પરિણામો મે-જૂનમાં જાહેર થશે. તેમાંના બી.ફાર્મના 800, ડી.ફાર્મના 300 અને એમ.ફાર્મના 400 વિદ્યાર્થીઓ નોકરી ભરતી મેળામાં ભાગ લેવાની ધારણા છે. તેમાંના જેટલા વિદ્યાર્થીઓને કંપનીઓ પસંદ કરે તો તેઓ તાત્કાલિક જોડાઈ શકશે.

જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય અને ફાર્મસી વિભાગના ડીન ડૉ. સી.એન.પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2017 દરમિયાન જીટીયુ તરફથી ફાર્મસી માટે છ નોકરી ભરતી મેળાનું સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે. દર વર્ષે ઑફર કરાતી નોકરીઓનું પ્રમાણ અને વિદ્યાર્થીઓની સંખ્યા બંનેમાં વધારો થયો છે અને આ વખતે તે એક હજારના આંકને આંબી ગયો તેનો અમને આનંદ છે.

જેટલા વિદ્યાર્થીઓ એટલી જ સંખ્યામાં નોકરીની ઑફરો હોવા છતાં વિદ્યાર્થીઓને મનગમતા વિભાગમાં નોકરી મળે અને તેના માટે તેઓ ઈન્ટરવ્યુમાં તેમજ ગ્રુપ ડિસ્કસન અને સોફ્ટ સ્કીલમાં નિપુણ બને તેના માટે યુ ટ્યુબ ચેનલ બનાવીને અનેક વીડિઓ અપલોડ કરવામાં આવ્યા છે.

જીટીયુ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક વિદ્યાર્થીને કમ સે કમ દસેક કંપનીમાં ઈન્ટરવ્યુ આપવાની તક મળે. 70 કંપનીઓને વિવિધ જૂથોમાં વહેંચીને વિદ્યાર્થીઓને દરેક જૂથમાં બે-બે વિકલ્પો પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. શનિ-રવિ બંને દિવસ વિદ્યાર્થીઓને આવશ્યક સલાહસૂચનો આપવા ફાર્મસી શિક્ષણ તેમજ ઉદ્યોગજગતના નિષ્ણાતોને પણ ખાસ આમંત્રણ અપાયા છે, તેવી માહિતી નોકરી ભરતી મેળાના સંયોજક અમિત પટેલે આપી હતી.