કમોસમી વરસાદ/ કચ્છમાં બદલાયો મોસમનો માહોલ, કરા સાથે પડ્યો વરસાદ, ભૂકંપના આંચકા પણ અનુભવાયા

ગુજરાતમાં પહેલેથી જ લોકો કોરોના વાયરસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ વચ્ચે કચ્છ ને વાગડમાં કમોસમી વરસાદ સાથે ભૂકંપના હળવા આંચકા આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Others
A 255 કચ્છમાં બદલાયો મોસમનો માહોલ, કરા સાથે પડ્યો વરસાદ, ભૂકંપના આંચકા પણ અનુભવાયા

ગુજરાતમાં પહેલેથી જ લોકો કોરોના વાયરસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ વચ્ચે કચ્છ ને વાગડમાં કમોસમી વરસાદ સાથે ભૂકંપના હળવા આંચકા આવ્યા હોવાની ઘટના સામે આવી છે. મોસમના આ બદલાવ અને ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

કચ્છમાં આવેલા મોસમના બદલાવને કારણે જીલ્લાના ભચાઉ તાલુકા તેમજ રાપર તાલુકાના ગામોમાં પવન સાથે કરા પડ્યા હતા. આ સાથે સાથે રાપર અને ભચાઉ પંથકમાં ભુકંપના હળવા આંચકા નોંધાયાં હતા.

આ પણ વાંચો :કોરોના સંકટને જોતા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું ટ્વિટ, CM રૂપાણીને કરી આ અપીલ

આ સ્થિતિમાં ભચાઉ તાલુકાના ગામોમાં કરા સાથે અંદાજે પોણા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ જીલ્લાના રાપર તાલુકાના આડેસરમાં ગત રાત્રે ઠંડી, દિવસે ગરમી અને સાંજે ઝાપટું પડતાં ત્રણ ઋતુનો અનુભવ થયો હતો.

કચ્છમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી કેટલાક વિસ્તારોના ગામોમાં ઘર પરથી પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો નમી ગયા હતા અને જીલ્લાના અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો :રાત્રી કરફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ તો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ પર સરકાર રાખશે સીધું મોનીટરીંગ : વિજય રૂપાણી

બીજી તરફ હવે આ કમોસમી વરસાદથી જીલ્લાના સીમાડા અને જંગલોમાં ઘાસ ચારો સંપૂર્ણ નાશ થવાની સંભાવનાએ પશુપાલકોમાં ચિંતા છવાઈ હતી. તો મીઠાના અગરોમાં પાણી ભરાતાં ઉત્પાદનમાં 25 ટકા જેટલો ઘટાડો આવશે તેમ જાણવા મળ્યું હતું. બીજી બાજુ વાગડમાં સતત ત્રીજા દિવસે આંચકાનો દોર જારી રહ્યો હતો અને શુક્રવારે વધુ 5 હળવા કંપન નોંધાયા હતા.

આ પણ વાંચો : શારદાબેન હોસ્પિટલમાં વૃદ્ધનો આપઘાત, પાંચમા માળેથી ઝપલાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે મહુવા તાલુકાના લોંગડી ગામમાં કમોસમી વરસાદની સાથે માછલીઓનો વરસાદ થતા આશ્ચર્ય ફેલાયા હતા. જો કે માછલીઓ પડવાની ઘટનાથી લોકોમાં અનેક પ્રકારની શંકા અને આશંકાઓ પણ સેવવામાં આવી રહી હતી. લોકોમાં કુદરતનો કોપ હોવા જેવી અનેક વાતો વહેતી થઇ હતી. તો કોઇ વળી પ્રલય નજીક આવી ગયો હોવાનો સંકેત પણ આ ઘટનાને ગણાવી રહ્યા હતા.

આ પણ વાંચો :કુંભમાંથી આવેલાઓના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા આદેશ