ડ્રગ્સ કેસ/ NCBનું ચોંકાવનારું પંચનામુ, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ શિપ પર કરવાના હતા ડ્રગ્સનું સેવન

આર્યન ખાને NCB ના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ નું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ તેના બુટમાં 6 ગ્રામ ચરસ છુપાવીને…

Top Stories Entertainment
અરબાઝ મર્ચન્ટ

NCB ના પંચનામા અનુસાર, આર્યન ખાને NCB ના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ નું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ તેના બુટમાં 6 ગ્રામ ચરસ છુપાવીને લક્ઝરી ક્રુઝ પર જઈ રહ્યો હતો, જેથી તેઓ ક્રૂઝમાં ધમાકેદાર પાર્ટી કરી શકે. મુંબઈના દરિયામાં 2 ઓક્ટોબરની રાતે NCB એ લક્ઝરી ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો તેને લઈ મહત્વની જાણકારી સામે આવી છે. એનસીબીના અધિકારીઓએ જ્યારે ક્રૂઝમાં અરબાઝને તેના પાસે કોઈ ડ્રગ્સ છે તેવો સવાલ કર્યો ત્યારે તેણે પોતાના જૂતામાં ડ્રગ્સ સંતાડેલું હોવાનું જણાવ્યું હતું. એનસીબી દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યાર બાદ અરબાઝે પોતે જ પોતાના જૂતામાંથી એક ઝિપ લોક પાઉચ કાઢ્યું હતું જેમાં ચરસ હતું.

a 156 NCBનું ચોંકાવનારું પંચનામુ, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ શિપ પર કરવાના હતા ડ્રગ્સનું સેવન

આ પણ વાંચો :સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

અરબાજ મર્ચન્ટે સ્વીકાર્યું હતું કે, તે આર્યન ખાન સાથે ચરસનું સેવન કરે છે અને તેઓ ક્રૂઝ પર ધમાલ મચાવવા માટે જઈ રહ્યા હતા. એનસીબીના અધિકારીઓએ આર્યન ખાનને સવાલ કર્યો ત્યારે તેણે પણ પોતે ચરસનું સેવન કરે છે અને તે ચરસ ક્રૂઝની યાત્રા દરમિયાન સ્મોકિંગ માટે લઈ જઈ રહ્યા હતા તેમ જણાવ્યું હતું. લક્ઝરી ક્રૂઝ કૉરડેલિયા પર દરોડાની આ ડિટેઈલ એનસીબીના પંચનામા પર આધારીત છે.

પંચનામા પ્રમાણે ઝિપ લોક પાઉચમાંથી કાળા રંગનો ચીકણો પદાર્થ નીકળ્યો હતો અને ડીડી કિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી તો તે ચરસ હોવાની પૃષ્ટિ થઈ હતી.

a 157 NCBનું ચોંકાવનારું પંચનામુ, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ શિપ પર કરવાના હતા ડ્રગ્સનું સેવન

આ પણ વાંચો :ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત

પંચનામુ શું છે?

સમજો કે પંચનામાની એ પ્રક્રિયા છે જેના દ્વારા તપાસ એજન્સી ગુનાના સ્થળેથી પ્રાથમિક રેકોર્ડ અને પુરાવા એકત્રિત કરે છે. આ દરમિયાન, પોલીસ અથવા તપાસ એજન્સી સાક્ષીઓના નિવેદન નોંધે છે. પંચનામાની તૈયારી દરમિયાન પોલીસ કેટલાક નાગરિકોને લઈ જાય છે જેથી તેઓ તપાસ એજન્સીની કાર્યવાહીના પ્રત્યક્ષ સાક્ષી બની શકે. NCB ના પંચનામામાં બે પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિરણ ગોસાવી અને પ્રભાકર રોગોજી સેન. આ પંચનામાના પાના નંબર 6 માં આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટનો ઉલ્લેખ છે.  પંચનામા અનુસાર, NCB અધિકારી આશિષ રંજન પ્રસાદ દ્વારા પ્રથમ પૂછવામાં આવતા આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટે તેમના નામ આપ્યા હતા. પછી NCB અધિકારીએ પણ તેને પૂછપરછનું કારણ જણાવ્યું.

a 158 NCBનું ચોંકાવનારું પંચનામુ, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ શિપ પર કરવાના હતા ડ્રગ્સનું સેવન

આ પણ વાંચો :જિલ્લાના 432 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું

પંચનામા મુજબ, તપાસ અધિકારીએ બંનેને પૂછ્યું કે શું તેમની પાસે કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો છે. આ સવાલના જવાબમાં બન્નેએ તેમની સાથે પ્રતિબંધિત દ્રવ્યોની હાજરી સ્વીકારી. NCB ના પંચનામામાં જણાવવામાં આવ્યું છે કે અરબાઝ મર્ચન્ટે NCB ના અધિકારીઓને કહ્યું છે કે તેના બુટમાં ચરસ છે. આ પછી અરબાઝે સ્વેચ્છાએ તેના બુટમાં રાખેલ ઝિપ લોક પાઉચકાઢ્યું. આ ઝિપ લોકની અંદર કાળો ચીકણો પદાર્થ હતો. જ્યારે તેની ડીડી કીટથી ચકાસણી કરવામાં આવી ત્યારે પુષ્ટિ થઈ કે આ પદાર્થ ચરસ છે.

ઈમ્તિયાઝ ખત્રીને સમન્સ

ક્રૂઝ શિપ રેઇડ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ફિલ્મ પ્રોડ્યૂસર ઈમ્તિયાઝ ખત્રીને આજે કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.

આ પણ વાંચો : રાજ્યના 8 મહાનગરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો