Not Set/ માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?

ગાંધી પરિવાર સાથે હોય કે ન હોય તેના કરતાં દેશના ભવ્ય ભૂતકાળ વિષે જે ગેરસમજણો ઉભી કરાઈ રહી છે તેને દૂર કરવાનું અભિયાન વિપક્ષોનો જનાધાર વધારી શકશે

India Trending
રસી બાળકો ૧ 3 માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક જમાનામાં જે કોંગ્રેસની થીન્કટેન્ક ગણાતા હતા તે કપીલ સિબ્બલ એ  તાજેતરમાં પોતાના નિવાસે એક ડીનરપાર્ટી રાખી હતી તેમાં એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવાર આરજે ટીએમસી ડાબેરીઓ સહિતના અનેક પક્ષોના નેતાઓ હાજર હતાં. આ બેઠકમાં જી-૨૩ જૂથના અડધો ડઝનતી વધુ નેતાઓ હાજર હતાં. કોંગ્રેસના વરિષ્ઠ ગણાતા કપીલ સિબ્બલ ની બેઠકમાં રાજકીય વિશ્લેષકોને ખૂંચતી ગેરહાજરી ગાંધી પરિવારના સભ્યોની હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી પોતાની તબિયતના કારણે બધી બેઠકોમાં હાજરી આપતા નથી. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતાં જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વિદેશ પ્રવાસે છે તેવું કારણ કોંગ્રેસના સૂત્રો આપી રહ્યા છે. જાે કે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાતો પ્રશ્ન એ છે કે ગાંધી પરિવારના ત્રણેય સભ્યોને આમંત્રણ મોકલાયું હતું ખરૂં ? જાે આ બેઠકમાં હાજરી આપવા માટે કોઈ નિમંત્રણ મોકલાયું હોય તો તેઓએ એટલે કે ગાંધી પરિવારની ત્રિપુટીએ જવાબ આપ્યો છે ખરો ? હા કહી છે, ના કહી છે કે પછી જાેઈશું તેમ કહ્યું છે ? આ ત્રણમાંથી કોઈ બાબતનો જવાબ મળ્યો નથી.

himmat thhakar માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 
કપીલ સિબ્બલ ની આ બેઠકમાં રાજકીય ચર્ચા ન થઈ હોય તેવું તો ન જ બને અને જાે આ બેઠકમાં આગમી ચૂંટણીઓને અનુલક્ષીને જાે કોઈપણ ચર્ચા થઈ હોય તો તેનો શું સાર હતો ? જી-૨૩ ગ્રુપ હવે ગાંધી પરિવાર સિવાયના કોઈ નેતાને પક્ષની ધૂરા એટલે કે પક્ષનું નેતૃત્વ સોંપવા માગે છે તે વાત હવે અજાણી નથી. ૨૦૧૯ના મે માસમાં પરિણામો જાહેર થયા અને કોંગ્રેસ સત્તા પર તો ન આવી પરંતુ મુખ્ય વિરોધ પક્ષ પણ ન બની તે સંજાેગોમાં તે વખતના (તત્કાલિન) રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું. ભારે આનાકાની વચ્ચે આ રાજીનામું સ્વીકારી લેવાયું અને કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે શ્રીમતી સોનિયા ગાંધીની નિમણૂક થઈ. નવી ચૂંટણી હવે પછી જાહેર થશે. બે-ત્રણ વખત તો ચૂંટણીનો માસ નક્કી થઈ ગયો હતો. તારીખની જ વાર હતી. પહેલીવાર કોરોનાની પહેલી લહેરના કારણે તો બીજીવાર પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનું બહાનું આપી તેમાં તારીખ પાડી. જ્યારે આ ચૂંટણી યજ્ઞ બાદ કોરોનાની બજી લહેરના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પાછી ઠેલાઈ છે. જાે કે તે અંગેની તારીખ કે મહિનો કશું નક્કી નથી.

રસી બાળકો ૧ 3 માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?
હિન્દી ફિલ્મ ‘દામિની’માં કોર્ટમાં એડવોકેટની ભૂમિકામાં સન્ની દેઓલ જે વારંવાર ડાયલોગ બોલે છે ‘તારીખ પે તારીખ’ તે સંવાદ કોંગ્રેસ માટે લાંબી મુદ્દતવાળા મહિના પછી મહિનો તેવી વાત માટે સાચો પડે છે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે.

આઝાદી માટે ૧૯૮૫માં સ્થપાયેલા અને ૧૪૫ વર્ષ જુના અને આઝાદીના જંગમાં અને ત્યારબાદ દેશના વિકાસ માટેના પ્રયાસોમાં અને પછી આતંકવાદ સામેની લડાઈમાં પોતાના બબ્બે વડાપ્રધાનોનો ભોગ આપનાર પક્ષના નેતાઓ બબ્બે વર્ષ સુધી પોતોનો પ્રમુખ પણ નક્કી ન કરી શકે પછી ભાજપ સહિતના અન્ય પક્ષો અનિર્ણાયકતાના કેદી હોવાનો આક્ષેપ ન કરે તો બીજું શું કરે ? એક વિશ્લેષકે તો પોતાની વ્યથા ઠાલવતા ત્યાં સુધી લખ્યું છે કે ૧૯૪૭માં શું હતું, ૧૯૬૨માં શું હતું, ૧૯૯૧થી ૧૯૯૬માં શું થયું ? ૨૦૦૪થી ૨૨૦૧૦ વચ્ચે દેશે વૈશ્વિક મંદીનો સામનો કર્યો હતો તે બાબત અંગે કોંગ્રેસના નેતાઓ અન્ય પક્ષના નેતાઓના પ્રહાર સામે સાચી વાત પણ રજૂ કરી શકતા નથી. વર્તમાન સરકાર દ્વારા દેશની નવી પેઢીને માત્રને માત્ર અત્યારની વાતો કરીને અને ૭૦ વર્ષમાં કશું થયું નથી તેવો વાહિયાત અને પાયાવિહોણો પ્રચાર કરી દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે છતાં કોંગ્રેસના નેતા આનો યોગ્ય જવાબ આપી શકતા નથી. ઈંદિરા ગાંધીના સમયની વાત કરી વખતે વર્તમાન શાસક પક્ષના નેતાઓ અને તેમના ભક્તો બીજી ઘણીબધી વાત કરે છે. કટોકટીકાળનું કહે છે પરંતુ પાકિસ્તાનના વિભાજન વખતની એટલે કે બાંગ્લાદેશને આઝાદ કરનાર યુદ્ધની વાત કરતા નથી. ૧૯૯૮ના અણુ અખતરાને યાદ કરે છે, ૧૯૭૪માં થયેલા દેશના પ્રથમ અણુ અખતરાને યાદ કરતા નથી. માત્ર નહેરૂ – ઈંદિરા ગાંધી પરિવાર સામેના આંધળા વિરોધને કારણે આ તત્વો દેશના ઈતિહાસ સાથે નહિ પણ દેશના ભાવિ સાથે ચેડાં કરે છે. આ બાબત રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રભક્તિ તો ક્યારેય કહેવાય નહિ. ભારત અત્યારે મજબૂત ઈમારત છે તેનું કારણ ૧૯૪૭ થી ૧૯૬૪ સુધી નખાયેલો મજબૂત પાયો છે. ૧૯૬૪ પછીના શાસકોએ કરેલું ચણતરકામ છે. ૧૯૯૧ બાદ જે આર્થિક ક્રાંતિ થઈ તેના કારણે જ દેશ અત્યારે મજબૂત છે. આવી સીધી સાદી વાતનો પ્રચાર આ કોંગ્રેસી નેતાઓ કરી શકતા નથી.

રસી બાળકો ૧ માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?
આ વિશ્લેષક વધુમાં કહે છે કે હાલના શાસક પક્ષનો કોઈ નેતા સ્વાતંત્ર્ય જંગમાં સક્રિય હતાં ખરાં ? ભલે અત્યારે ત્યાર પછીની પેઢી છે છતાંય તેના વડિલોની આઝાદી જંગમાં કોઈ ભૂમિકા ખરી ? આતંકવાદ સામેની લડાઈમાં કોઈ પક્ષના શિર્ષસ્થ નેતાઓએ બલિદાન આપ્યા છે ખરા ? આવી વાત પણ કોંગ્રેસના અત્યારના નેતાઓ લોકોના મનમાં ઉતારી શકતા નથી.

રસી બાળકો ૧ 1 માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?
કપીલ સિબ્બલ એ  બોલાવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં કશીક ખીચડી રંધાઈ છે તેવું વિશ્લેષકો કહે છે. સારી વાત છે. દેશમાં છેલ્લા ચાર વર્ષમાં જે રીતે આર્થિક હાલત બગડી છે, દેશની ૬૦ ટકા લોકોને બે ટંક જમવાના સાંસા પડે છે. સાત વર્ષમાં મોંઘવારી ૫૦ ટકા વધી છે ત્યારે આ બાબતને કોંગ્રેસ તર્કબદ્ધ રીતે ઉતારી શકતી નથી ત્યારે માત્ર ભાજપને હરાવવા માટે નહિ પણ સાત વર્ષમાં લોકોને જે હાડમારીઓ પડી છે તેની વ્યથાને વાચા આપી ગુમાવેલો જનાધાર પાછો મેળવવા કવાયત કરવી પડશે. અત્યારે શાસક પક્ષ પોતાની આર્થિક મોરચા સહિતના તમામ મોરચે મળેલી નિષ્ફળતા ઢાંકવા માટે ધર્મ અને રાષ્ટ્રવાદનો આશરો લે છે. આ બાબત લોકો સુધી પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસ સહિતના વિપક્ષોની છે.

રસી બાળકો ૧ 2 માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?
એક વિશ્લેષક કહે છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી દરેક ચૂંટણીના પરિણામ બાદ અમને લોકોના આશીર્વાદ મળ્યાનો ધૂમ પ્રચાર થાય છે પરંતુ વિપક્ષો (કોંગ્રેસ સહિત) માયકાંગલા અને વામણા હોય પછી પ્રજાને મને-કમને ભાજપને આશીર્વાદ આપવા સિવાય છૂટકો નથી. ભાજપ પ્રત્યે લોકોને પ્રેમ નથી પણ ભાજપને ટેકો યોગ્ય વિકલ્પના અભાવના કારણે મળે છે. એકતા થાય કે ન થાય પણ આ વાત લોકોના ગળે ઉતારવી પડશે. ઔવેસી સહિત ભાજપની બી ટીમ તરીકે ભૂમિકા ભજવતા જે કોઈ પક્ષ કે નેતા હોય તેને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ખૂલ્લા પાડવા પડશે. ૨૦૧૪માં અપાયેલા વાયદાઓ પૈકી કેટલા પાળ્યા તે ભાવવધારા, રૂપિયાનું અવમૂલ્યન સહિતના દાખલા આપી લોકોને સમજાવવા પડશે. મજબૂત વિપક્ષ વગરની લોકશાહી તંદુરસ્ત નથી હોતી. વિપક્ષમુક્ત રાજ્ય કે દેશની વાતો કરનારને લોકશાહીનું ચીરહરણ કરનારા દુઃશાસનો સિવાય કોઈ બીજું નામ આપી શકાય નહિ. પરંતુ આવી વાત લોકો સમક્ષ રજૂ કરવાની જવાબદારી વિપક્ષોની છે. માત્ર એકતાની વાતો કરવાથી લોકોને વિકલ્પ મળી જવાનો નથી. આ વાત પણ લોકોએ સમજવી પડશે.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી