ઉત્તરપ્રદેશ/ રાયબરેલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

રેતી ભરેલી ટ્રક કારની ઉપર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

Top Stories India
3 62 રાયબરેલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો.  રેતી ભરેલી ટ્રક કારની ઉપર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે જણાવ્યું કે કારમાં કુલ 6 લોકો હતા, જેમાંથી પાંચના મોત થયા હતા અને માત્ર એકને બચાવી શકાયો હતો. અકસ્માત સ્થળે પહોચી પોલીસે જેસીબીની મદદથી રેતી હટાવી લાશને બહાર કાઢી હતી.

આ ગમખ્વાર અકસ્માત રાયબરેલીના ભદોખાર પોલીસ સ્ટેશનના કુચરિયા ભવ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારના સામાજિક કાર્યકર મહેન્દ્ર અગ્રવાલનો પુત્ર રાકેશ અગ્રવાલ પરિવાર સાથે જન્મદિવસની પાર્ટી મનાવીને પરત ફરી રહ્યો હતો. તે તેની પત્ની અને પુત્રો સાથે વિસ્તારના બાબા ઢાબા પર જમવા ગયો હતો.

કારમાં મહેન્દ્ર અગ્રવાલનો 45 વર્ષીય પુત્ર રાકેશ અગ્રવાલ, તેમની 35 વર્ષીય પત્ની સોનમ અગ્રવાલ અને તેમનો 11 વર્ષનો પુત્ર આદિત્ય સવાર હતા. આ સિવાય રચિત અગ્રવાલની 35 વર્ષની પત્ની રુચિકા અને તેમના બે બાળકો 9 વર્ષની રાયસા અને 6 વર્ષનો રિયાન પણ કારમાં હતા. બધા લોકો ઢાબા પર રાત્રિભોજન કર્યા પછી તેમની ઇકો સ્પોર્ટ્સ કારમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે મુન્શીગંજ પાસે રેતીથી ભરેલું ડમ્પર તેમની કાર પર પલટી ગયું હતું