Election/ કોંગ્રેસે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ માટે 17 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે, કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે પહેલાથી  ઉમેદવાર જાહેર કરવાની કવાયત હાથ ધરી હતી

Top Stories Gujarat
1 147 કોંગ્રેસે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ માટે 17 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે, કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે પહેલાથી  ઉમેદવાર જાહેર કરવાની કવાયત હાથ ધરી હતી.કોંગ્રેસ હિમાચલમાં ચૂંટણી જીતવા માટે કમલકસી રહી છે,પ્રચાર માધ્યમ તેજ કરી દીધા છે.

6 29 કોંગ્રેસે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે.ઉલ્લેખનીય છે  કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.