Not Set/ વડોદરા: સોલાર પેનલો લગાવી વીજળી મેળવવાનો પ્રોજેક્ટ ફ્લોપ,છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા ખર્ચાયા

વડોદરા, વડોદરામાં મેઇન રોડ ઉપર સોલાર પેનલો લગાવી વીજળી મેળવવાનાં રાજ્ય સરકારનાં મંત્રી સૌરભ પટેલનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ફ્લોપ શો થયો છે. પાછલાં પાંચ વર્ષમાં અનેક પ્રયાસો અને કરોડો રૂપિયાનાં ખર્ચ છતાં આજે પણ અધુરા રહી ગયેલાં આ પ્રોજેક્ટ માટે ભાજપનાં આંતરિક ડખાને જવાબદાર ગણવામાં આવે છે. પાંચ વર્ષ અગાઉ વર્ષ 2014માં તત્કાલીન ઉર્જા મંત્રી અને […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 346 વડોદરા: સોલાર પેનલો લગાવી વીજળી મેળવવાનો પ્રોજેક્ટ ફ્લોપ,છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા ખર્ચાયા

વડોદરા,

વડોદરામાં મેઇન રોડ ઉપર સોલાર પેનલો લગાવી વીજળી મેળવવાનાં રાજ્ય સરકારનાં મંત્રી સૌરભ પટેલનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ફ્લોપ શો થયો છે. પાછલાં પાંચ વર્ષમાં અનેક પ્રયાસો અને કરોડો રૂપિયાનાં ખર્ચ છતાં આજે પણ અધુરા રહી ગયેલાં આ પ્રોજેક્ટ માટે ભાજપનાં આંતરિક ડખાને જવાબદાર ગણવામાં આવે છે.

પાંચ વર્ષ અગાઉ વર્ષ 2014માં તત્કાલીન ઉર્જા મંત્રી અને વડોદરાની અકોટા વિધાનસભા બેઠકનાં પુર્વ ધારાસભ્ય સૌરભ પટેલે સોલાર પેનલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે દરમ્યાન વડોદરામાં ભાજપનાં સ્થાનિક નેતાઓમાં આયાતી ધારાસભ્ય સૌરભ પટેલ સામે ખાસ્સો આક્રોશ હતો.

પાર્ટીએ વડોદરાનાં કોઇ સ્થાનિક નેતાને ટીકીટ ન આપી અને સૌરભ પટેલને બોટાદથી વડોદરા લાવી અકોટા બેઠક પર ચૂંટણી લડાવતાં વડોદરાનાં નેતાઓ નારાજ થયાં હતાં અને તેમની આ નારાજગી ન માત્ર ગાંધીનગર સુધી પહોંચી હતી.

આ નારાજગી પરથી લોકોનું ધ્યાન હટાવવા અને પોતાનાં મતવિસ્તારમાં કેટલાંક પ્રોજેક્ટો લાવ્યા હતા. સૌરભ પટેલે 30 કરોડનો આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પરંતુ ત્યારબાદ આ પ્રોજેક્ટને પીપીપી ધોરણે પુરો કરવાં રાજ્ય સરકાર તેમજ પાલિકાએ ઘણાં પ્રયત્નો કર્યા. તેમ છતાં કોઇએ તેમાં રસ ન દાખવ્યો. જેથી આ અધુરા પ્રોજેક્ટમાં અત્યાર સુધી માત્ર સ્ટ્રક્ચર જ ઉભું થઇ શક્યું છે અને રૂ.24 કરોડ ખર્ચાઇ ચુક્યા છે.