Crime/ દુકાનદારને વાતોમાં લગાવી જાણો બે ચોરોએ શું કર્યું આગળ…

વધતી મોંઘવારી અને બેરોજગારીને કારણે લોકોને રૂપિયા કમાવવા ખુબ જ અઘરા થઇ ગયા છે. મધ્ય્મ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે તનતોડ મહેનત કરવી પડી રહી છે. ગ્રહણીઓ ઘરે નાનું મોટું કામ કરીને આવક ઉભી કરી રહ્યા છે કે જેથી પરિવારજનોનો ખર્ચો ઉપાડી શકાય. આવા માહોલમાં કેટલાક ભેજાભાજ ઈસમો પણ શહેરમાં […]

Ahmedabad Gujarat
14 09 2018 chorhar 18425847 દુકાનદારને વાતોમાં લગાવી જાણો બે ચોરોએ શું કર્યું આગળ...

વધતી મોંઘવારી અને બેરોજગારીને કારણે લોકોને રૂપિયા કમાવવા ખુબ જ અઘરા થઇ ગયા છે. મધ્ય્મ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે તનતોડ મહેનત કરવી પડી રહી છે. ગ્રહણીઓ ઘરે નાનું મોટું કામ કરીને આવક ઉભી કરી રહ્યા છે કે જેથી પરિવારજનોનો ખર્ચો ઉપાડી શકાય. આવા માહોલમાં કેટલાક ભેજાભાજ ઈસમો પણ શહેરમાં રહે છે કે જેમને શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા છે અને ઝડપથી પૈસાદાર બનવા છે આવા ઈસમો ગેરકાનૂની રીતે રૂપિયા કમાવવાની લત ઉપર ચડયા છે. આવા કેટલાક ઈસમોને કારણે અમદાવાદ શહેરમાં દરરોજ ચોરી લૂંટ જેવી ઘટનાઓ બની રહી છે.શહેરમાં જાણે ગુનાખોરી ખુબજ સામાન્ય થઇ ગઈ હોય તેમ શહેરના માહોલને જોતા લાગી રહ્યું છે.

વાત કરીએ તો ,અમદાવાદના પાલડી વિસ્તારની તો પાલડીમાં આવેલા દીપિકા પાન પાર્લર માં તસ્કરોએ મુલાકાત લીધી હતી. GJ 01 DU 0207 નંબરની રિક્ષામાં બેસીને બે ઈસમો પાનના ગલ્લે આવ્યા હતા. ગલ્લા ના માલિક મહેશ ઠાકોર સાથે બંને ઈસમોએ વાતચીત કરવાની કોશિશ કરી હતી. વાતચીત દરમિયાન એક ઇસ્મે ગલ્લાના ડ્રોવરમાંથી રોકડા 360 રૂપિયા , પાનવિલાસની પડીકીઓ, સિગરેટના ખોખા અને દાણાદાળ ની પડીકીની ચોરી કરવાનો પ્રયાસ કરતા માલિકની નજર તે ઇસમના ઉપર પડી હતી. જેથી દુકાનના માલિકે આસપાસના લોકોને જોરજોરથી બૂમો પાડીને એકત્ર કર્યા હતા અને બંને ઈસમોને પકડી રાખીને પોલીસને ફોન કરવાની કોશિશ કરીજ રહ્યા હતા અને તે દરમિયાન પેટ્રોલિંગ પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઇ રહી હતી. ગાડીના જવાનોએ પાનના ગલ્લાંની બહાર મોટી ભીડ જોતા ગાડી ત્યાંજ ઉભી રાખીને સમગ્ર મામલાની હકિકતા મેળવી હતી.

પાલડી પોલીસે દુકાનદાર મહેશ ઠાકોરની ફરિયાદના આધારે આરોપી ફેઝાન હકીમજી અને વસીમ સાચા વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…