Not Set/ ડીસામાંથી રેમડેસિવિર ઈન્જેકશન સાથે આઠ ની અટકાયત..

બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ થી એક ઈસમ રેમડેસિવિર ઈન્જેકશન વેચવા આવી રહ્યા હતા જે બાતમીના આધારે ડીસા થી સાત ઈસમો સહિત કુલ આઠ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others Trending
bharuch aag 1 ડીસામાંથી રેમડેસિવિર ઈન્જેકશન સાથે આઠ ની અટકાયત..

ઇન્જેનશન અસલી કે નકલી પોલિસ એ તપાસ હાથ ધરી..

બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ થી એક ઈસમ રેમડેસિવિર ઇન્જેનશન વેચવા આવી રહ્યા હતા. જે બાતમીના આધારે ડીસા થી સાત ઈસમો સહિત કુલ આઠ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી સમયે રેમડેસિવિર ઈન્જેકશન નકલી વેચાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને બાતમી મળી હતી  કે અમદાવાદથી એક ઈસમ ડીસામાં રેમડેસિવિર ઈન્જેકશન આપવા આવી રહ્યા છે જેમાં અમદાવાદનો હર્ષ ઠક્કર આ ઈન્જેકશન લઈને ડીસા આવે છે. જે બાતમીના આધારે હર્ષ ઠક્કર પાછળ પોલીસે વોચ ગોઠવતા ડીસા માંથી હર્ષ ઠક્કર પાસેથી ઈન્જેકશન લેવા આવી રહેલ સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે હાલ પોલીસ  હર્ષ ઠક્કર સહીત આઠ ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબી પોલીસે રેમડેસિવિર ઈન્જેકશન સાથે આઠ ઈસમોની અટકાયત કરી છે જોકે આ ઈન્જેકશન અસલી કે નકલી તે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વહીવટી તંત્રનું ત્યાં દોરેલ છે જોકે હાલમાં પોલીસે વધુ તપાસ માટે આઆરોપી ને પાલનપુર લઈને પહોંચી છે. અને પૂછપરછ હાથ ધરી છે..