Salmankhan - House Firing Case/ સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા

સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં વધુ તપાસ અર્થે પંહોચી છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ દયા નાયક પણ સુરતમાં છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 22T110327.208 સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા

સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં વધુ તપાસ અર્થે પંહોચી છે. અભિનેતાના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘરે 14 એપ્રિલના રોજ બે શખ્સ દ્વારા રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફિલ્મજગતને હચમચાવી દીધું હતું. તાત્કાલિક મુંબઈ પોલીસ કામે લાગતા ભૂજમાંથી આરોપીની અટકાયત કરી હતી. જેના બાદ આરોપીઓએ કોના ઇશારે આ ફાયરિંગ કર્યું હોવા અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની વધુ તપાસ હાથ ધરતા આજે સુરત પંહોચી છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ દયા નાયક પણ સુરતમાં છે. ફાયરિંગની ઘટના બાદ સલમાનની સિક્યોરિટી વધારવામાં આવી છે.

1 3 સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા

અભિનેતાના ઘરે ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટયા હતા અને ભૂજ પંહોચ્યા હતા. દરમ્યાન આરોપીઓએ જે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું તેને તાપી નદીમાં ફેંકી હતી. ઓરોપીઓએ કેમ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી તેની પણ તપાસ થઈ રહી છે. અભિનેતાના ઘરે ફાયરિંગ કેસની ઘટનાનો રેલો સુરત સુધી પંહોચ્યો છે. તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટિમ સુરત પંહોચી અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધર્યું છે.

હુમલાખોરોએ કર્યું ફાયરિંગ

રવિવારે (14 એપ્રિલ) મુંબઈના બાંદ્રા સ્થિત બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. મુંબઈ પોલીસે આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હથિયાર અધિનિયમ હેઠળનો ગુનો દાખલ કરી દીધો છે. આ સાથે જ આ હાઈપ્રોફાઈલ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ 15 ટીમો બનાવીને તપાસમાં લાગી છે. દરમ્યાન પોલીસે હુમલા માટે વપરાયેલી બાઇક પણ જપ્ત કરી લીધી હતી. સલમાનના ઘરે ફાયરિંગ ઘટનામાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પછીના ત્રીજા કુખ્યાત અપરાધી રોહિત ગોદારાના ઇશારે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાની પણ સામે આવ્યું છે.

સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ ઘટનાની સઘન તપાસ હાથ ધરતા આજે સુરતમાં છે. ફાયરિંગ કરનાર હુમલાખોરોની તસવીર સીસીટીવીમાં કેદ થઈ છે. એક આરોપી કાળી અને સફેદ ટી-શર્ટમાં દેખાઈ રહ્યો છે. તેની સાથેનો અન્ય એક આરોપી લાલ કપડાં પહેરેલો જોઈ શકાય છે. આ સાથે જ 29 ફેબ્રુઆરી 2024ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે હરિયાણાના રોહતકના એક ઢાબાના હોવાનું કહેવાય રહ્યું છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ હોવાની શંકા

14 એપ્રિલના રોજ સવારે લગભગ પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહત્વની વાત એ છે કે, ઘટના બાદ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: