Fire in Hospital/ બનાસકાંઠામાં શિહોરની હોસ્પિટલની આગમાં એક બાળકનું મોત

બનાસકાંઠાના શિહોરમાં ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે. શિહોરમાં હની હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગમાં આઇસીયુમાં દાખલ ત્રણ બાળકમાંથી એક બાળકનું મોત થયું છે.

Top Stories Gujarat
Fire in Hospital

હોસ્પિટલોમાં લાગતી આગના બનાવોથી ચિંતિત ગુજરાત હાઇકોર્ટે Fire in Hospital વારંવાર સોઈ ઝાટકીને કહ્યું છે કે ફાયર ડિપાર્ટમેન્ટ તેની કામગીરી યોગ્ય રીતે નીભાવે, પણ તંત્ર પર તેની અસર થઈ લાગતી નથી. તેના પરિણામે હોસ્પિટલમાં આગનો વધુ એક બનાવ બનાસકાંઠાની હોસ્પિટલમાં નોંધાયો છે અને વધુ એક જીવ તંત્ર અને હોસ્પિટલની બેદરકારીના હવનમાં હોમાયો છે. બનાસકાંઠાના શિહોરમાં ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે. શિહોરમાં હની હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગમાં આઇસીયુમાં દાખલ ત્રણ બાળકમાંથી એક બાળકનું મોત થયું છે. Fire in Hospital જ્યારે અન્ય બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તેના પગલે શિહોરની હની હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે Fire in Hospital અને ત્યાં દાખલ થયેલા દર્દીઓના સગાસંબંધીઓના જીવ પડીકે બંધાયા છે. હોસ્પિટલના સત્તાવાળાઓ તો આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું કહીને છૂટી ગયા, પરંતુ આ આગની જવાબદારી કોની. આજે એક બાળકનો જીવ ગયો તો તેના કારણે જીવ ગયો. આગમાં બાળકના મોતની જવાબદારી કોની છે.

કાંકરેજના વિધાનસભ્ય અમરત જી ઠાકોરે આ અંગે અણિયાળા સવાલો સત્તાવાળા Fire in Hospital સામે ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આઇસીયુમાં આગ લાગી ત્યારે તંત્ર શું કરતું હતું. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે તંત્ર ઊંઘતુ હતુ. આ ઘટનાના પગલે તંત્ર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી થશે. આ અગાઉ પણ હોસ્પિટલોમાં શોર્ટસર્કિટ દ્વારા આગ લાગી ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દર વખતે આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ પર છોડી  દેવામાં આવે છે.

આ અંગે વીજ નિષ્ણાતે જણાવ્યું છે કે વાસ્તવમાં શોર્ટસર્કિટનું કારણ ઘણી વખત તે જોવા મળ્યું છે કે હોસ્પિટલથી લઈને કોમર્સિયલ કોમ્પ્લેક્સ સુધીના લોકો વીજ ખર્ચ બચાવવા માટે ઓછા કેવીની લાઇન લેતા હોય છે. તેથી વીજ પુરવઠો સામાન્ય હોય ત્યારે કોઈ વાંધો આવતો નથી પણ જ્યારે વીજ પુરવઠાનો લોડ વધી જાય છે ત્યારે આ ઓછા કેવીની લાઇન તેને ખમવા માટે સક્ષમ હોતી નથી, તેના પરિણામે દુર્ઘટના સર્જાય છે. હાઇકોર્ટ દ્વારા તંત્રને આ અંગે વારંવાર ટકોર કરવામાં આવી છે ત્યારે તંત્ર આઇસીયુ ધરાવતી હોસ્પિટલોને તો તેના લોડ મુજબ વધારે વીજભારની લાઇન લેવાની નોટિસ તો બજાવી જ શકેને. જો રહેણાક વિસ્તારોમાં વધારે લોડની લાઇન તંત્ર આપતું હોય તો પછી હોસ્પિટલ જેવા તંત્રને આ પ્રકારની લાઇન પૂરી પાડવા સામે તંત્ર કેમ લાચાર જણાય છે.

આ પણ વાંચોઃ Arunachal-USA/ અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ, ચીન સ્ટેટસ ક્વો બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે: અમેરિકા

આ પણ વાંચોઃ Black Sea Incident/ રશિયન રાજદૂતે અમેરિકાના કૃ્ત્યને ઉશ્કેરણીજનક ગણાવ્યું

આ પણ વાંચોઃ Fighter Plane/ રશિયન ફાઈટર પ્લેન અને અમેરિકન ડ્રોન અથડાયા બાદ તણાવની સ્થિતિ , યુએસ આર્મી જનરલે જાણો શું કહ્યું…