Not Set/ હાર્દિક પટેલ મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થશે: શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે પોતાના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને મદદ કરવા અંગે જણાવ્યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્ય નથી. શંકરસિંહ વાઘેલાએ ઈવીએમને […]

Top Stories Gujarat Videos
mantavya 70 હાર્દિક પટેલ મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થશે: શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર,

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે પોતાના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને મદદ કરવા અંગે જણાવ્યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્ય નથી.

શંકરસિંહ વાઘેલાએ ઈવીએમને લઈને ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં ઇવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે.

જો બેલેટ પેપરથી વોટિંગ શક્ય ન હોય તો દરેક બૂથ પર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવે. કારણ કે ઈવીએમ ચીપ શંકા જન્માવે છે. એટલું જ નહીં ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ, રાજકીય પક્ષો અને મતદાતાઓને પારદર્શન ચૂંટણીનું આશ્વાસન આપે.