છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જામનગરમાં 32 વર્ષીય રાજ અજિતભાઈ વાલેરાનું હાર્ટ અટેકથી મોત થયું છે. આ સમાચાર યુવકની માતાને મળતા તેમને પણ પ્રાણ છોડ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરમાં આવેલ મહાલક્ષ્મી ચોક પાસે રહેતા અજિતભાઈ વાલેરા તેમની દુકામમાં બેઠા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમાચાર તેમની માતાને મળતા તેઓએ પણ પ્રાણ છોડ્યો હતો. માતા-પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ
આ પહેલા જામનગરના અલિયાબાડા ગામે રહેતા વિરજીભાઈ રતાભાઇ પરમાર નામના 40 વર્ષીય યુવાન ગત તારીખ 12ના પોતાના ઘરે હતા આ દરમિયાન વીરજીભાઈ પરમારને રાત્રિના સમયગાળા દરમિયાન પોતાના ઘરે તેઓ બેભાન થઈ ગયા હતા. જે અંગે પરિવારજનોને જાણ થતા સારવાર માટે તાત્કાલિક જાંબુડા ગામે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિરજીભાઈ પરમારનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો
આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ
આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત