Suicide/ માતા-પિતાએ ગેમ બાબતે ઠપકો આપતા પુત્રએ ફાંસો ખાધો

સામાન્ય રીતે દરેક ઘરનાં વડીલો પોતાના બાળકોને મોબાઇલમાં વિડીયો ગેમ રમવાની તેમજ ટીવી જોવાની મનાઈ કરતા હોય છે. જોકે, આ બાબત બાળકોના સારા માટે હોવા છતાં બાળકો વડીલોની આવી મનાઈને કારણે ક્યારેક ન કરવાનું કરી બેસે છે.

Gujarat Rajkot Breaking News
Mantavyanews 6 4 માતા-પિતાએ ગેમ બાબતે ઠપકો આપતા પુત્રએ ફાંસો ખાધો
  • રાજકોટ નજીક આવેલા શાપરની ચોંકાવનારી ઘટના
  • ગેમ રમવા બાબતે ઠપકો આપતા યુવાનનો આપઘાત
  • માતાપિતાએ ઠપકો આપતા યુવાને આપઘાત કરી લીધો
  • ભાવેશ સોલંકી નામના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઘો
  • યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

યુવાનોમાં ગેમિંગની લત ખૂબ જ વધી રહી છે. ગમિંગની લતના કારણે યુવાનોમાં આપઘાતના બનાવો ખૂબ જ બની રહ્યા છે.એવી જ એક રાજકોટ નજીક શાપર વેરાવળમાં મોબાઈલ ગેમ રમવાની ઘેલછા એક યુવકને મોતના મુખ સુધી લઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. માતા-પિતાએ  ગેમ રમવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

આ અગાઉ  શાપરમાં રહેતા વલ્લભભાઇ દેવરાજભાઇ ભાલાણી (ઉ.વ.64)એ રાજકોટમાં આજી ડેમ નજીક રામવનના ગેટ પાસે ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ કેટલાક સમયથી પેરાલિસિસની બીમારીમાં સપડાયા હતા અને તે બીમારીથી કંટાળી શનિવારે પોતાના ઘરેથી નીકળી રામવન પહોંચ્યા હતા અને ત્યાં ઝેરી દવા પી પુત્રને ફોનથી જાણ કરી હતી. બીમારીથી કંટાળી પ્રૌઢે પગલું ભરી લીધું હતું.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે