Traffic Rules Break/ સ્પીડ ગનની સ્પીડ ધીમી : આ વર્ષે દરરોજનો એક સ્પીડ ગન દ્વારા માત્ર એક જ કેસ ?

ઓવર સ્પીડ થી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્પીડ ગન પ્રોજેકટ શરૂ કરાયો હતો. પણ અમદાવાદમાં લાખોનાં ખર્ચે ખરીદવામાં આવેલ સ્પીડ ગન ધૂળ ખાઈ રહી છે. અને આ સ્પીડ ગનની

Ahmedabad Gujarat
speed gun detector સ્પીડ ગનની સ્પીડ ધીમી : આ વર્ષે દરરોજનો એક સ્પીડ ગન દ્વારા માત્ર એક જ કેસ ?

ઓવર સ્પીડ થી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્પીડ ગન પ્રોજેકટ શરૂ કરાયો હતો. પણ અમદાવાદમાં લાખોનાં ખર્ચે ખરીદવામાં આવેલ સ્પીડ ગન ધૂળ ખાઈ રહી છે. અને આ સ્પીડ ગનની સ્પીડ જ ન હોવા જેવી સ્પીડ નોંધવામાં આવી છે. અહીં ગન સ્પીડ એટલે ગોળી મારવાનાં સ્પીડ નહીં પણ ગનથી સ્પીડને ધીમી કરવાની સ્પીડ…

ઓવર સ્પીડ થી ચાલતા વાહનો પર બ્રેક લાગવવા માટે સ્પીડ ગન નો અમદાવાદ શહેરમાં અમલ શરૂ કરાયો હતો. લાખો રૂપિયા ખર્ચે સ્પીડ ગન ખરીદવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 5 જેટલી સ્પીડ ગનફળવામાં આવી છે. પણ તેનો ઉપયોગઅને ઉદેશ સંપૂર્ણ પૂર્ણ થયો નથી. આ સ્પીડ ગન દ્વારા 5 વર્ષમાં માત્ર 9385 જેટલા કેસ કરવામાં આવ્યા છે. સરેરાશ દરોજ ના 5 જેટલા કેસ આ સ્પીડ ગન મારફતે થાય છે. એટલે કે દરોજનો એક સ્પીડ ગને માત્ર એક જ કેસ કર્યો છે.

Image result for speed gun detector

સ્પીડ ઝડપે ચાલતા વાહનો પર બ્રેક લાગવવા માટે લાવવાવા મા આવેલ સ્પીડ ગન ને કેસ કરવાની સ્પીડ ઓછી છે. સ્પીડ ગન મા નિશ્ચિત અત્તર થી ગાડી આવતી હોય તો જ ગન મા સ્પીડ બતાવે છે…જ્યારે શહેરમાં ટ્રાંફિક હોવાથી તેમની સ્પીડ માપવી પણ અઘરી બને છે. જેના કારણે માર્ગ અકસ્માત મા શહેરમાં સરેરાશ દર વર્ષે 300 થી વધારે લોકો જીવ ગુમાવે છે. આંકડા પર નજર કરીએ તો .

છેલ્લા વર્ષોમાં કેસની સંખ્યા

વર્ષ   –   કેસ

2017 – 1072
2018 – 2162
2019 – 599
2020 – 885

Image result for speed gun detector

જોકે પ્રજા ના પૈસા મા ખરીદવામાં આવેલ 5 સ્પીડ ગન એ મળીને 2019 ના વર્ષમાં દરોજ નો ટોટલ 1 જ કેસ કર્યો. જ્યારે 2020 મા 5 સ્પીડ ગન દરોજ ના 2 જ કેસ કર્યા હતા. 5 સ્પીડ ગન હોવા છતાં દરોજ ના 5 કેસ પણ નથી થઈ શકતા. આમ જ્યારે પ્રોજેકટ શરૂ કર્યો ત્યારે વાહવાહી કરવામાં આવી હતી. પણ અત્યારે તેનો ઉપયોગ નહિવત થઈ રહ્યો છે.

આમ સરકારી પ્રોજેક્ટ શરૂ કરાય છે પણ આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા બાદ તેનું યોગ્ય અમલીકરણ ના થવાના કારણે લાખો રૂપિયા ના ખર્ચે શરૂ કરાયેલ સાધન સામગ્રી ધૂળ સમાન બને છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…