Not Set/ આઈસીસી રેન્કિંગઃ ટીમ ઈન્ડિયાને હરાવીને દક્ષિણ આફ્રિકા બની નંબર વન ODI ટીમ

આઈસીસીની વન-ડે રેન્કિંગ્સમાં ટીમ ઈન્ડિયાને હરાવીને દક્ષિણ આફ્રિકાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 52 મેચોમાં 6,244 પોઈન્ટ મેળવીને આઇસીસી વન-ડે ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ સામેના બીજા વન-ડે મેચમાં વિજય સાથે આફ્રિકાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી રહી છે. ટીમ ઇન્ડિયાના કુલ 50 મેચોમાં […]

Sports
news1911 આઈસીસી રેન્કિંગઃ ટીમ ઈન્ડિયાને હરાવીને દક્ષિણ આફ્રિકા બની નંબર વન ODI ટીમ
આઈસીસીની વન-ડે રેન્કિંગ્સમાં ટીમ ઈન્ડિયાને હરાવીને દક્ષિણ આફ્રિકાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 52 મેચોમાં 6,244 પોઈન્ટ મેળવીને આઇસીસી વન-ડે ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ સામેના બીજા વન-ડે મેચમાં વિજય સાથે આફ્રિકાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી રહી છે. ટીમ ઇન્ડિયાના કુલ 50 મેચોમાં 5,993 પોઈન્ટ છે. ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવીને રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 
આઈસીસી વન-ડે રેન્કિંગઃ ટોપ -8
દક્ષિણ આફ્રિકા, રેટિંગ – 120
ભારત – 120
ઓસ્ટ્રેલિયા – 114
ઈંગ્લેન્ડ – 114
ન્યુઝીલેન્ડ – 111
પાકિસ્તાન – 98
બાંગ્લાદેશ – 92
શ્રીલંકા – 84