IPL 2021/ કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર

બેંગલોરની 6 મેચોમાં આ પાંચમી જીત છે અને હવે ટીમ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચનાં સ્થાન પર પહોંચી ગઈ છે. દિલ્હીને છ મેચોમાં આ બીજી હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે અને ટીમ આઠ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે.

Sports
123 157 કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર

કેપ્ટન રિષભ પંત (અણનમ 58) અને શિમરન હેટમાયર (અણનમ 53) ની શાનદાર અડધી સદીની ઇનિંગ્સ હોવા છતાં, મંગળવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની 14 મી સીઝનની 22 મી અને રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં હાથે એક રનથી હારનો સામનો કરવો પડ્યો છે.

123 159 કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર

IPL 2021 / આજે ચેન્નઇ સુપરકિંગ્સને ટક્કર દેવા મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ

આપને જણાવી દઇએ કે, બેંગલોરની 6 મેચોમાં આ પાંચમી જીત છે અને હવે ટીમ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચનાં સ્થાન પર પહોંચી ગઈ છે. દિલ્હીને છ મેચોમાં આ બીજી હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે અને ટીમ આઠ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. પહેલા બેટિંગ કરતા બેંગલોરે પાંચ વિકેટ પર 171 રન બનાવ્યા હતા અને ત્યારબાદ નિર્ધારિત 20 ઓવરમાં દિલ્હીને ચાર વિકેટે 170 રન પર રોકી દીધી હતી. બેંગલોર તરફથી મળેલા 172 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટમાં ઓપનર પૃથ્વી શો (21), શિખર ધવન (6) અને સ્ટીવ સ્મિથ (4) નો સમાવેશ થાય છે. ત્યારબાદ કેપ્ટન પંતે માર્કસ સ્ટોઇનિસ (22) ની સાથે ચોથી વિકેટ માટે 34 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનિસનાં આઉટ થયા પછી, પંતે એક છેડો પકડી રાખ્યો હતો અને દિલ્હીને હેટમાયર સાથે 44 બોલમાં 78 રનોની અણનમ ભાગીદારીથી લગભગ વિજય મેળવી લીધો હતો.

આપને જણાવી દઇએ કે, પોતાની અંતિમ મેચ સુપર ઓવરમાં જીતનારી દિલ્હી કેપિટલ્સની ટીમને આ મેચને જીતવા માટે અંતિમ ઓવરમાં 14 રન બનાવવાનાં હતા, પરંતુ દિલ્હીનાં બેટ્સમેન માત્ર 12 રન જ બનાવી શક્યા હતા અને ટીમને એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન પંતે 48 બોલમાં છ ચોક્કા ફટકાર્યા હતા. તેના સિવાય હેટમાયરે 25 બોલમાં બે ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. સ્ટોઈનિસે 17 બોલમાં ત્રણ ચોક્કા ફટકાર્યા હતા. બેંગલોર તરફથી હર્ષલ પટેલે 2 અને મોહમ્મદ સિરાજ અને કાયલ જેમિસને એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ બેંગલોરે એબી ડી વિલિયર્સ (અણનમ 75) ની વિસ્ફોટક ઇનિંગ્સનાં કારણે 20 ઓવરમાં પાંચ વિકેટે 171 રન બનાવ્યા હતા.

123 158 કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર

IPL 2021 / IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમની શરૂઆત કોઇ ખાસ રહી નહોતી. ટીમે ઓપનર કેપ્ટન વિરાટ કોહલી (12) અને દેવદત્ત પડ્ડિકલ (17) ની વિકેટ ફક્ત 30 રનમાં જ ગુમાવી દીધી હતી. આ પછી રજત પાટીદાર (31) અને ગ્લેન મેક્સવેલ (25) એ બેંગલોરની ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બેટ્સમેન તેમની ઇનિંગ્સ વધારે આગળ લઈ જઇ શક્યા નહીં.આ ઉપરાંત ડી વિલિયર્સે એક છેડો જાળવી રાખ્યો અને 42 બોલમાં ત્રણ ચોક્કા અને પાંચ છક્કા ફટકારીને ટીમને મજબૂત સ્કોર અપાવ્યો હતો. બેંગલોરે છેલ્લી પાંચ ઓવરમાં 56 રન બનાવ્યા હતા. વળી, તેણે છેલ્લી ઓવરમાં 23 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સે આ ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ઇશાંત શર્મા, કાગિસો રબાડા, આવેશે ખાન, અમિત મિશ્રા અને અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ માટે આ સીઝનમાં પ્રથમ મેચ રમી હતી અને એક-એક વિકેટ ઝડપી હતી.

Untitled 45 કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર