Not Set/ પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતે મેળવી શાનદાર જીત, સ્પિનર ચહલે મચાવ્યો તરખાટ

કટકમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમે ૯૩ રને શાનદાર વિજય મેળવ્યો છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૮૦ રનનો સ્કોર ખડકયો હતો.ભારતે આપેલા ૧૮૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકન ટીમ સ્પિનર યજુવેન્દ્ર ચહલની વેધક બોલિંગ સામે ફક્ત ૮૭ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ […]

Sports
download 3 1 પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતે મેળવી શાનદાર જીત, સ્પિનર ચહલે મચાવ્યો તરખાટ

કટકમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમે ૯૩ રને શાનદાર વિજય મેળવ્યો છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૮૦ રનનો સ્કોર ખડકયો હતો.ભારતે આપેલા ૧૮૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકન ટીમ સ્પિનર યજુવેન્દ્ર ચહલની વેધક બોલિંગ સામે ફક્ત ૮૭ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે.

ભારત તરફથી ઓપનર લોકેશ રાહુલે અડધી સદી ફટકારતા ૬૧ રન ફટકાર્યા હતા. તેમજ પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને મનીષ પાંડેની જોડીએ ચોથી વિકેટે ૬૯ રનની ભાગીદારી નોધાવતા અનુક્રમે ૩૯ અને ૩૨ રન ફટકાર્યા હતા. ભારતે આપેલા ૧૮૧ રનના જવાબમાં શ્રીલંકા ફક્ત ૮૭ રનમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી થરંગાએ સર્વાધિક 23 રન બનાવ્યા હતા. જયારે સ્પિનર યજુવેન્દ્ર ચહલે ૪, હાર્દિક પંડ્યાએ ૩ અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.