Not Set/ રોમાંચક મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય, જાણો, ઇન્ડિયન ટીમના ચાર હિરો

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ રને શાનદાર વિજય થયો હતો. મેચના અંતિમ ક્ષણ સુધી દિલધડક બનેલી આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને યજુવેન્દ્ર ચહલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જીતનો પાયો નાખ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે સતત ૭ શ્રેણી વિજય હાંસલ કર્યો હતો. ભારતીય […]

Sports
download 44 રોમાંચક મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય, જાણો, ઇન્ડિયન ટીમના ચાર હિરો

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ રને શાનદાર વિજય થયો હતો. મેચના અંતિમ ક્ષણ સુધી દિલધડક બનેલી આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને યજુવેન્દ્ર ચહલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જીતનો પાયો નાખ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે સતત ૭ શ્રેણી વિજય હાંસલ કર્યો હતો.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર સદીના સહારે ૩૩૭ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીની ૩૨મી સદી સાથે ૧૧૧ રન ફટકારતા વન-ડે ક્રિકેટમાં ૯૦૦૦ રણ પુરા કાર્ય હતા. જયારે રોહિત શર્માએ ૧૪૭ રનની યાદગાર ઇનિંગ રમી હતી. ૩૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૩૩૧ રણ બનાવી શકી હતી અને ૬ રને પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સન, મુનરો તેમજ ટોમ લૈથમે અડધી સદી ફટકારી હતી. જયારે ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહ અને યજુવેન્દ્ર ચહલે ૨-૨ વિકેટ ઝડપી હતી.

રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જયારે વિરાટ કોહલી અને ટોમ લૈથમને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.