Not Set/ FIFA WC 2018નો ૧૪ જૂનથી થશે પ્રારંભ, વિજેતા ટીમ પર થશે ધનની વર્ષા

મોસ્કો, આગામી ૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ મહાકુંભમાં માત્ર રશિયા જ નહીં, પરંતુ પૂરું યુરોપ સાથે એશિયા પણ ફુટબોલના રંગમાં રંગાઈ ગયું છે. ફુટબોલ વર્લ્ડકપનો પ્રારંભ ૧૪ જૂનથી રશિયા અને સાઉદી અરબ વચ્ચે રમાનારી પ્રથમ મેચ સાથે થવા જઈ રહ્યો છે, જયારે આ વર્લ્ડકપની ફાઈનલ ૧૫ જુલાઈના રોજ […]

Sports
75289 sfnpsgbfdp 1512047518 FIFA WC 2018નો ૧૪ જૂનથી થશે પ્રારંભ, વિજેતા ટીમ પર થશે ધનની વર્ષા

મોસ્કો,

આગામી ૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ મહાકુંભમાં માત્ર રશિયા જ નહીં, પરંતુ પૂરું યુરોપ સાથે એશિયા પણ ફુટબોલના રંગમાં રંગાઈ ગયું છે.

ફુટબોલ વર્લ્ડકપનો પ્રારંભ ૧૪ જૂનથી રશિયા અને સાઉદી અરબ વચ્ચે રમાનારી પ્રથમ મેચ સાથે થવા જઈ રહ્યો છે, જયારે આ વર્લ્ડકપની ફાઈનલ ૧૫ જુલાઈના રોજ રમાશે.

આ મહાકુંભની ફાઈનલ જીતનાર ટીમ પર વિશ્વ વિજેતાનો તાજ સજાવવામાં આવશે, તેમજ વિજેતા ટીમને પુરસ્કાર સ્વરૂપે ૩૮ મિલિયન યુએસ ડોલર એટલે કે ૨ અબજ ૫૬ કરોડ ૧૩ લાખ અને ૧૪ હજાર રૂપિયા મળશે.

આપણા દેશમાં લોકોની કોઈ પણ રમત પ્રત્યેની લોકપ્રિયતા અંગે વાત કરવામાં આવે તો, પ્રથમ ક્રમાંકે ક્રિકેટનું નામ આવે છે પરંતુ ફુટબોલની રમતની લોકપ્રિયતા એ હદે છે કે, આ રમત દુનિયાના ૨૦૦ થી વધુ દેશોમાં રમાય છે.

આ જ પ્રમાણે લોકપ્રિયતા જોતા IPL અને ચેમ્પિયન લીગની કરવામાં આવેલી સરખામણીમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જ્યાં માત્ર ૮ ટીમો હતી, જયારે ચેમ્પિયન લીગમાં ફુટબોલની ૩૨ ટીમો ભાગ લઇ રહી હતી.

ટુર્નામેન્ટની ઇનામી રાશી અંગે જોવામાં આવે તો IPLની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા હતા જયારે ચેમ્પિયન લીગનો ખિતાબ પોતાના નામે કરનાર રિયલ મેડ્રિડને ૭૧૬ કરોડ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે મળ્યા હતા.

બીજી બાજુ IPLમાં રમાયેલી મેચોને ૧૨૫ કરોડ લોકોએ જોઈ હતી જ્યારે ચેમ્પિયન લીગની લોકપ્રિયતાના કારણે આ આંકડો ૩૫૦ કરોડ સુધી પહોચ્યો હતો. આ ઉપરાંત આ બંને રમતોમાં ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમ દ્વારા મળતી રકમમાં પણ આભ જમીનનો ફરક જોવા મળી રહ્યો છે. એક બાજુ RCBનો કેપ્ટન વિરાટ કોહલી ૧૭૭ કરોડ રૂપિયા સાથે સૌથી મોઘો ખેલાડી છે જયારે ચેમ્પિયન લીગમાં ફુટબોલનો સુપર સ્ટાર ખેલાડી નેમારની કિંમત ૬૨૦ કરોડ રૂપિયા છે.

ફુટબોલ મહાકુંભની શીર્ષ ચાર ટીમોને મળશે આ ઇનામી રાશી

વિજેતા ટીમ : ૩૮ મિલિયન યુએસ ડોલર ( ૨ અબજ, ૫૬ કરોડ, ૧૩ લાખ અને ૧૪ હજાર રૂપિયા )

ઉપ-વિજેતા ટીમ : ૨૮ મિલિયન યુએસ ડોલર ( ૧ અબજ, ૮૮ કરોડ, ૭૨ લાખ, અને ૨ હજાર, ૮૦૦ રૂપિયા )

ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ : ૨૪ મિલિયન યુએસ ડોલર ( ૧ અબજ, ૬૧ કરોડ, ૭૮ લાખ અને ૪૦ હજાર રૂપિયા )

ચોથા સ્થાન પર રહેનારી ટીમ : ૨૨ મિલિયન યુએસ ડોલર ( ૧ અબજ, ૪૮ કરોડ, ૩૦ લાખ અને ૨૦ હજાર રૂપિયા )