Krunal Pandya/ કુણાલ પંડ્યાના ઘરે દિકરાનો જન્મ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને લખનૌ સુપર જાયંટ્સના સ્ટાર પ્લેયર કુણાલ પંડ્યાના ઘરે ફરી વાર ખુશીનો માહોલ છવાયો છે. તેમની પત્નીએ દિકરાને જન્મ આપ્યો છે.

Sports Trending
Cricket Tutorials YouTube Thumbnail 63 કુણાલ પંડ્યાના ઘરે દિકરાનો જન્મ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને લખનૌ સુપર જાયંટ્સના સ્ટાર પ્લેયર કુણાલ પંડ્યાના ઘરે ફરી વાર ખુશીનો માહોલ છવાયો છે. તેમની પત્નીએ દિકરાને જન્મ આપ્યો છે. કુણાલ બીજી વાર પિતા બન્યો છે. તે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ છે કે તેમને તેના દિકરાનું નામ વાયુ રાખ્યુ છે. સાથે તેમના દિકરાની જન્મ તારીખ પણ જણાવી છે . તેમણે જણાવ્યુ છે કે તેના દિકરાનો જન્મ 21 એપ્રિલે થયો છે.

કુણાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા માહિતી આપી છે. તેણે પોસ્ટ દ્વારા તેના દિકરાની જન્મ તારીખ પણ જણાવી તેણે પોસ્ટમાં જણાવ્યુ કે તેના દિકરાનો જન્મ 21 એપ્રિલે થયો હતો . તેનું નામ વાયુ કુણાલ પંડ્યા રાખ્યુ છે. આ પહેલા કુણાલ પંડ્યા અને પંખુડીનો એક બીજો પણ દિકરો છે. જેનુ નામ કવીર છે. તેનો જન્મ 14 જુલાઇ 2022 માં થયો હતો. આપને જણાવી દઇએ કે કુણાલ પંડ્યા અને પંખુડીના લગ્ન 2017 માં થયા હતા.

આપને જણાવી દઈએ કે કુણાલ પંડ્યા અને પંખુડી શર્માની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બંને પહેલીવાર IPL દરમિયાન બંને એક મિત્ર દ્વારા મળ્યા હતા. ધીરે ધીરે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી 2017માં બંનેએ લગ્ન કરી લીધા.

IPLની 17મી સિઝન રમાઈ રહી છે, જેમાં કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળી રહ્યા છે. કુણાલ અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં તેણે 58 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે. તેની ટીમ એલએસજી આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી તેણે 5 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. આ રીતે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં યથાવત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ ખાસ લાડુ ઉનાળામાં શરીરને રાખશે ઠંડક, રોજ ખાઓ, નબળાઈ અને થાક દૂર થશે, જાણો રેસિપી

આ પણ વાંચો:શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે

આ પણ વાંચો:50 વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાવા અપનાવો કોરિયન સૌંદર્ય ટેકનિક