IPL/ KKR ને મળી ગયો ટીમનો નવો કેપ્ટન, સત્તાવાર જાહેરાતની જોવાઇ રહી છે રાહ

IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બે વખતની ચેમ્પિયન ઈચ્છે છે કે લીગની 15મી સિઝનમાં કોઈ ભારતીય યુવા ખેલાડી કેપ્ટન બને.

Sports
KKR કેપ્ટન

IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બે વખતની ચેમ્પિયન ઈચ્છે છે કે લીગની 15મી સિઝનમાં કોઈ ભારતીય યુવા ખેલાડી કેપ્ટન બને. સમાચાર અનુસાર, ફ્રેન્ચાઇઝીએ આ માટે નામ પણ ફાઇનલ કરી દીધું છે.

આ પણ વાંચો – ક્રિકેટર / પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝ ક્યાં કારણસર ચણા વેચી રહ્યા છે, જુઓ વીડિયો

જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. IPL ની છેલ્લી સિઝનમાં કેપ્ટન ઈયોન મોર્ગનને છોડનાર કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ શ્રેયસ અય્યરને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. અય્યર 2020માં દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન બન્યા હતા, જ્યાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનાં હાથે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર, KKR સિવાય અમદાવાદ અને મુંબઈ ઈન્ડિયન્સ પણ શ્રેયસ અય્યરને સામેલ કરવા ઈચ્છે છે. IPL 2022 મેગા ઓક્શન આવતા મહિને 12 અને 13 ફેબ્રુઆરીનાં રોજ બેંગલુરુમાં યોજાવાની છે. તે પહેલા પણ લીગની 2 નવી ટીમ લખનઉ અને અમદાવાદે તેમના 3-3 ડ્રાફ્ટ ખેલાડીઓ નક્કી કર્યા છે. IPL 2022થી 8ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ લીગની 15મી સિઝનમાં શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવી શકે છે. અય્યરે IPL કેરિયરમાં અત્યાર સુધી 87 મેચમાં 2375 રન બનાવ્યા છે. આમાં 96 રન તેના સર્વશ્રેષ્ઠ રન છે, જ્યારે તેણે અત્યાર સુધીમાં 16 અડધી સદી પણ ફટકારી છે. 2020 માં, તે લીગમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ચોથા નંબરે હતો. તેણે 324.60ની એવરેજથી 519 રન બનાવ્યા.

આ પણ વાંચો – IPL / IPL અમદાવાદને મળ્યું ગ્રીન સિગ્નલ ,CVC કેપિટલને BCCIએ આપી લીલીઝંડી

IPLની આગામી સિઝનમાં ઐય્યર ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં અમદાવાદની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. ઓલરાઉન્ડર, જે 2015 માં તેની IPL ડેબ્યૂથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે, તેને આગામી મેગા હરાજી પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેથી, તે બે નવી ફ્રેન્ચાઇઝીમાંથી એક દ્વારા પસંદ કરવામાં આવશે અથવા તો હરાજી પૂલમાં ભાગ લેશે. IPLમાં 92 મેચ રમી ચૂકેલા હાર્દિકે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આથી, મુંબઈ દ્વારા બહાર કરવામાં આવ્યા બાદ પંડ્યાને બે નવી ટીમોમાંથી એક પાસેથી કરાર મળે તેવી શક્યતા છે.